Western Times News

Gujarati News

RRR માટે કેટરિનાની બહેન ઈસાબેલને મળી હતી ઓફર

મુંબઇ, ડિરેક્ટર એસએસ રાજામૌલીના ડિરેક્શનમાં તૈયાર થયેલી અને રામ ચરણ, જુનિયર એનટીઆરની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ઇઇઇને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. રિલીઝ થવાની સાથે જ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે અને આખા વિશ્વમાં ધમાકેદાર બિઝનેસ કરી રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, અજય દેવગણ અને ઓલિવિયા મોરિસ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

પરંતુ શઉં તમે એ વાત જાણો છો કે આ કેટરિના કૈફની બહેન ઈસાબેલ કૈફને પણ આ ફિલ્મ માટે ઓફર મળી હતી? જી હાં, તમે એકદમ સાચુ જ વાંચ્યુ છે. એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, ઈસાબેલ કૈફને ઇઇઇ માટે ઓફર મળી હતી. જ્યારે ઈસાબેલનો આ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો તો તેને એ જ વિદેશી કેરેક્ટર ઓફર કરવામાં આવ્યું હતું કે જે ઓલિવિયાએ ભજવ્યું હતું.

ફિલ્મમાં ઓલિવિયાએ જૂનિયર એનટીઆરની લવ ઈન્ટ્રેસ્ટનો રોલ નિભાવ્યો છે. એવી ચર્ચા છે કે, ઈસાબેલે આ ઓફરને રિજેક્ટ કરી દીધી હતી. જાે કે, આ વાત આમ તો ચોંકાવનારી છે કે ઈસાબેલે એસએસ રાજામૌલી જેવા ડિરેક્ટર દ્વારા ઓફર કરવામાં આવેલો રોલ રિજેક્ટ કેવી રીતે કરી દીધો.

એક રિપોર્ટ મુજબ, ઈસાબેલે આ ફિલ્મ એટલા માટે રિજેક્ટ કરી હતી, કારણ કે તેણે પહેલાં સ્ક્રિપ્ટ અને ફિલ્મ વિશે વધુ ડિટેઈલ માગી હતી. ઈસાબેલે સૂરજ પંચોલી સાથે ફિલ્મ ટાઈમ ટૂ ડાન્સથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મ કંઈ ખાસ ચાલી નહોતી.

વળી હજુ સુધી ઈસાબેલ બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી શકી નથી. ખેર, ઇઇઇની વાત કરવામાં આવે તો ફિલ્મે પહેલાં જ વીકેન્ડ પર હિન્દી બોક્સ ઓફિસ પર ૭૪.૭૫ કરોડ રુપિયાનો જાેરદાર બિઝનેસ કર્યો છે. વર્લ્‌ડવાઈડ કમાણીની વાત કરવામાં આવે તો ફિલ્મે પહેલાં જ ૫૦૦ કરોડ રુપિયાનો આંકડો પાર કરી લીધો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.