મોડાસા શહેરમાં રાસોત્સવ સાથે શરદ પૂનમની ઉજવણી
મોડાસા: શરદ પૂર્ણિમાની રઢિયાળી રાતમાં ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં હજારો ગોપીઓ સંગ રાસલીલી કરી હતી. જેથી આસો સુદ-૧૫ના દિવસે હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં રાસોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સમય સાથે હવે શરદ પૂનમ સાથે ખાણી-પીણી પણ જોડાતા શરદ પૂર્ણિમાની રાત્રીએ મોડાસા શહેરમાં રાસોત્સવ અને સ્વાદોત્સવ સાથે શરદ પૂનમની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.
મોડાસા શહેરમાં મેઘરજ રોડ પર આવેલા પ્રનાથજી મંદિર પરિસરમાં નિજાનંદ યુવક મંડળ દ્વારા શરદપૂર્ણિમા ની રાત્રીએ રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મોડાસા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના પ્રણામી સંપ્રદાયના લોકો ઉમટ્યા હતા મોડાસા શહેરના રામપાર્ક યુવક મંડળ દ્વારા સૌપ્રથમ વાર શરદ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ પ્રાચીન-અર્વાચીન સ્ટેપ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં શરદ પૂર્ણિમાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શરદ પૂર્ણિમામાં દૂધપૌઆની પરંપરા હવે વિસરાતી જઈ રહી છે. તેમ છતાં પરંપરામાં માનનારા પરિવારો શરદ પૂનમે ચાંદનીના અજવાળામાં રાખેલા દૂધપૌઆને આરોગ્યા હતા