Western Times News

Gujarati News

શ્રી સ્વામિનારાયણ મંદિર, મોખાસણનો ૩૨ મો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

અમદાવાદ, શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર. મોખાસણનો ૩૨ મો પાટોત્સવ ભવ્ય ઉજવાયો સાથે ત્રિદિવસીય જ્ઞાનસત્રમાં દેશ વિદેશના હરિભક્તોએ લાભ લીધો હતો.

પર્યાવરણ – જીવદયાના કાર્ય માટે રૂ. ૨.૬૯ લાખનું દાન શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગ્રીન પ્લાનેટ સંસ્થાને અર્પણ કરાયું હતું.આ પ્રસંગે સંસંદ સભ્ય શ્રી નટુજી હાલાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા ૫૧,૦૦૦/- નું દાન સંસંદ સભ્યશ્રીએ પણ ગ્રીન પ્લાનેટ ને આપ્યું હતું.

ચકલીઓ માટે ૭૦૦ માળા, ૬૦૦ કુંડા, ૩૨૦ બર્ડ ફીડર પણ વિતરણ કરાયા હતા. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્યે સંસ્કારસહિતનું જીવન જીવવું. મનુષ્યે વ્યસનોની વણથંભી વણઝારમાં બચી, સાત્વિક જીવન મનુષ્યની શોભા વધારે છે.

આ મહોત્સવમાં મહંત સદ્‌ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, ડેપ્યુટી મહંત શ્રી મુનિભૂષણદાસજી સ્વામી, દિલ્હીના મહંત શ્રી ધર્મનંદનદાસજી સ્વામી વિગેરે વરિષ્ઠ સંત મંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.