Western Times News

Gujarati News

છેલ્લા બે દાયકામાં હવાના પ્રદુષણને કારણે ૬૦ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો

Files Photo

પ્રદૂષણનાં મુખ્ય કારણોમાં પરિવહન, ભોજન બનાવવા સળગાવાતા ચૂલા, વીજળી ઉત્પાદન, ઉદ્યોગ-ધંધા, કન્સ્ટ્રક્શન વર્ક, ક્ચરો સળગાવવો અને સમય-સમય પર પરાળી સળગાવવી તે પણ છે

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ એટલે કે સીએસઈએ તાજેતરમાં જારી એક રિપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લાં વીસ વર્ષમાં હવામાં સૂક્ષ્મકણો એટલે કે પી.એમ.૨૫માં ખૂબ જ વધારો થયો છે અને તેના કારણે છેલ્લા બે દાયકામાં ૬૦ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

એકલા ભારતમાં આ દરમિયાન ૧૦.૬૭ લાખ લોકો મોતને ભેટ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૧૯માં વાયુ પ્રદૂષણના જાેખમ સાથે જાેડાયેલા સ્વાસ્થ્ય પ્રભાવથી જીવનના પહેલાં મહિનામાં વૈશ્વિક સ્તર પર ૪,૭૬,૦૦૦ બાળકોનાં મોત થયાં છે. તેમાંથી ભારતનાં ૧,૧૬,૦૦૦ બાળકો છે.

સમગ્ર વિશ્વમાં વિવિધ સરકારી અને બિનસરકારી સંસ્થાઓ પર્યાવરણ અને પ્રદૂષણ પર કેન્દ્રિત અભ્યાસ જારી કરતી રહે છે. આ અભ્યાસ આપણી માનસિકતા અને વિકાસ પર સતત સવાલ ઉઠાવે છે.

થોડા સમય પહેલાં સ્વિસ ટેકનોલોજી કંપની આઈક્યુએઆરએ ૧૦૬ દેશોમાં હવાની ગુણવત્તા પર કરેલા અભ્યાસમાં જણાયું હતું કે દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની છે. આ રિપોર્ટ અનુસાર ભારત વાયુ પ્રદૂષણની બાબતમાં ત્રીજા સ્થાને છે. દુનિયાનાં સૌથી વધુ પ્રદૂષિત ૩૩ શહેરોમાં ૨૨ શહેર ભારતમાં છે.

આ રિપોર્ટમાં કોવિડ-૧૯ લોકડાઉનના પ્રભાવ અને દુનિયાભરમાં પી.એમ.૨૫ પ્રદૂષકોમાં પરિવર્તનને પણ ગણાવાયું છે. ભારતમાં પ્રદૂષણનાં મુખ્ય કારણોમાં પરિવહન, ભોજન બનાવવા માટે સળગાવાતા ચૂલા, વીજળી ઉત્પાદન, ઉદ્યોગ-ધંધા, કન્સ્ટ્રક્શન વર્ક, કચરો સળગાવવો અને સમય-સમય પર પરાળી સળગાવવી તે પણ છે.

થોડા સમય પહેલાં સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ નિષ્ણાંત ડેવિડ બોયડે પણ પોતાના એક વક્તવ્યમાં કહ્યું હતું કે લગભગ છ અબજ લોકો નિયમિત ઘાતક પ્રદૂષિત હવા શ્વાસમાં લે છે, તેના કારણે તેમનું જીવન અને સ્વાસ્થ્ય જાેખમથી ભરેલું છે, તેમ છતાં પણ આ મહામારી પર બહુ ઓછું ધ્યાન અપાઈ રહ્યું છે.

ડેવિડ બોયડના જણાવ્યા અનુસાર દર કલાકે ૮૦૦ લોકો મૃત્યુ પામી રહ્યા છે, જેમાંથી અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો ઘણાં વર્ષાે સુધી સામનો કર્યા બાદ મૃત્યુ પામે છે.

એક અનુમાન અનુસાર ઘરની અંદર અને બહાર થતા વાયુ પ્રદૂષણના કારણે દર વર્ષે લગભગ ૭૦ લાખ લોકોનાં મૃત્યુ સમય પહેલાં થાય છે, તેમાં છ લાખ બાળકો સામેલ છે. થોડાં સમય પહેલાં એક અભ્યાસમાં જણાવાયું હતું કે વાયુ પ્રદૂષણ ટાઈપ-ટુ ડાયાબિટીસના જાેખમને પણ વધારે છે. પી.એમ.-૨૫ ટાઈપ ટુ ડાયાબિટીસના કેસ એ મૃત્યુને વધારે છે. પી.એમ.-૨૫ને હાઈ બીપી માટે પણ જવાબદાર માનવામાં આવે છે.

આપણા દેશમાં વાયુ પ્રદૂષણના કારણે શ્વાસ સંબંધિત બીમારીઓ, હૃદયની બીમારીઓ, હાર્ટએટેક, ફેફસાંના કેન્સર જેવી બીમારીઓ વધી રહી છે. થોડા સમય પહેલાં એક રિપોર્ટમાં ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે ભારતમાં સતત વાહનોની સંખ્યા વધવાના લીધે પ્રદૂષણ અને શ્વાસ સંબંધિત વિવિધ બીમારીઓ વધી રહી છે.

આ એક કડવું સત્ય છે કે વાયુ પ્રદૂષણનું એક મોટું કારણ વાહનોમાંથી નીકળતી ઝેરીલી ધુમાડો પણ છે. વાયુ પ્રદૂષણ પર આ પ્રકારના અભ્યાસ આપણી આંખો ખોલે છે અને સાથે-સાથે જરૂરિયાત કરતાં વધુ એશઆરામની જિંદગી જીવવાની લાલચ પર પણ પ્રશ્નાર્થ ઊભો કરે છે.

ઉલ્લેખનીય છે કે ૭૫ ટકાથી વધુ વાયુ પ્રદૂષણ વાહનોના માધ્યમથી જ થાય છે. વાહનોમાંથી નીકળતા ધુમાડામાં કાર્બનમોનોક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ, હાઈડ્રોકાર્બન અને સસ્પેન્ડેડ પર્ટિકુલેટ મેટલ જેવાં ખતરનાક તત્ત્વો અને ગેસ હોય છે, જે આરોગ્ય માટે હાનિકારક છે.

કાર્બન મોનોક્સાઈડ જ્યારે શ્વાસના માધ્યમથી શરીરની અંદર પહોંચે છે ત્યારે ત્યાં હીમોગ્લોબીન સાથે મળીને કાર્બાેક્સી હિમોગ્લોબીન નામનું તત્વ બને છે, જે શરીરમાં ઓક્સિજનનું પરિવહન યોગ્ય રીતે થવા દેતું નથી. આવા સમયમાં આપણે વાહનોની સુવિધાઓ વધુ સમસ્યાઓ ઊબી કરી છે.

આ જ કારણ છે કે વધુ પડતાં વાહનો આપણા માટે માથાનો દુખાવો બની રહ્યાં છે. ભલે આપણા ઘરમાં ગાડી ઊભી રાખવાની જગ્યા ન હોય, પરંતુ પાડોશી પાસે ગાડી હોય તો આપણે તો ગાડી જાેઈએ જ. જૂઠી પ્રતિષ્ઠા માટેની આ દોડ આપણાં હેલ્થને અસર કરી રહી છે તે અંગે વિચારવા જેવું તો ખરું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.