Western Times News

Gujarati News

અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ૫ વર્ષે પૂરુ થયું

મુંબઇ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. રિયલ લાઈફ કપલ રણબીર અને આલિયાને સ્ક્રીન પર જાેવા માટે ફેન્સ આતુર છે. આ જ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ૯મી તારીખે આખરે આ ફિલ્મ રીલિઝ થવાની છે.

આ ફિલ્મનું શૂટિંગ પાંચ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યુ હતું અને આખરે હવે તેનો અંત આવ્યો છે. ડિરેક્ટર અયાન મુખર્જી અને આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. અયાન મુખર્જી અને આલિયા ભટ્ટે કાશી વિશ્વનાથના દરબારથી એક તસવીર પણ શેર કરી છે.

રણબીર અને આલિયાએ બનારસમાં આ ફિલ્મનું શૂટિંગ સમાપ્ત કર્યું છે. અયાન મુખર્જીએ રણબીર અને આલિયા સાથે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે. આ તસવીરમાં જાેઈ શકાય છે કે તેઓ કાશી વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં ઉભા છે. આ મંદિર બનારસમાં આવેલું છે. રણબીર, આલિયા અને અયાનના માથા પર ચંદનનું તિલક જાેવા મળી રહ્યું છે અને ગળામાં ફૂલોની અનેક માળાઓ તેમણે પહેરી છે.

બ્રહ્માસ્ત્રની આ ટીમ શિવ ભક્તિમાં ડૂબી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના ટીઝર અને પોસ્ટરમાં મહાદેવનો ઉલ્લેખ છે. આ સાથે જ અયાને આલિયા અને રણબીરની એક સુંદર તસવીર શેર કરી છે. અહીં એક મોટી નાવડીમાં ગંગા નદીમાં અનેક સાધુ સંતોની વચ્ચે રણબીર અને આલિયા દેખાઈ રહ્યા છે. તસવીર જાેઈને લાગી રહ્યું છે જાણે તમામ લોકો હર હર મહાદેવનો જયકાર કરી રહ્યા છે.

અયાને તસવીરોની સાથે લખ્યું છે કે, ફાઈનલી. ૈંં’જ ટ્ઠ ઉટ્ઠિॅ. પાંચ વર્ષ પહેલા અમે આ ફિલ્મનો પ્રથમ શોટ લીધો હતો અને આખરે અમે અંતિમ શોટ લીધો છે. આ અત્યંત અદ્દભુત, પડકારજનક અને અનન્ય જર્ની હતી. આ નસીબની વાત છે કે અમે ફિલ્મનો અંતિમ શોટ વારાણસીમાં લીધો છે.

આ શહેરમાં શિવ ભગવાનની ઉર્જા છે. અત્યંત પવિત્ર કાશી વિશ્વનાથ મંદિરમાં અમને શુદ્ધતા, આનંદ અને આશિર્વાદ સાથે શૂટ કરવા દેવા બદલ આભાર. આગળના દિવસો ઘણાં સારા હશે. ૯.૯.૨૦૨૨ના રોજ અમે આવી રહ્યા છીએ. આલિયા ભટ્ટે પણ એક વીડિયો શેર કર્યો છે.

તેણે પણ ફિલ્મના શૂટના સમાપન પર ખુશી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે આ ફિલ્મમાં રણબીર અને આલિયા સિવાય અમિતાભ બચ્ચન, મૌની રોય અને સાઉથ સ્ટાર નાગાર્જુન પણ જાેવા મળશે. આલિયા અને અયાનની આ પોસ્ટ પર ઈન્ડસ્ટ્રીના લોકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.