ડિમ્પી ગાંગુલી એ નહોતું કર્યું ત્રીજા બાળકનું પ્લાનિંગ!

મુંબઇ, ડિમ્પી ગાંગુલી અને પતિ રોહિત રોય ત્રીજીવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. દીકરી રિયાના (ઉંમર ૫) અને દીકરા આર્યન (ઉંમર ૨) બાદ, કપલનો પરિવાર થોડો વધુ મોટો થવા જઈ રહ્યો છે. ડિમ્પી ગાંગુલીએ આવનારા પરિવારમાં થવા જઈ રહેલા ઉમેરા વિશે તેમજ પરિવારની પ્રતિક્રિયા સહિતના કેટલાક મુદ્દાઓ વિશે વાતચીત કરી હતી. ડિમ્પી ગાંગુલીએ કહ્યું હતું કે, ‘તે અદ્દભુત લાગણી છે.
મને નથી ખબર કે તે હોર્મોનલ છે કે શું, પરંતુ જ્યારે પણ હું મા બનવાની હોઉ છું ત્યારે સશક્તિકરણ અનુભવુ છું. પહેલું ટ્રિમેસ્ટર થોડું કપરું રહ્યું હતું. તે સુંદર તબક્કો છે. ત્રીજી પ્રેગ્નેન્સી વિશે સાંભળીને પરિવારની પ્રતિક્રિયા કેવી હતી, તેમ પૂછતાં ડિમ્પી ગાંગુલીએ જણાવ્યું હતું કે, ‘અમે આ સમયે ત્રીજા બાળકનું પ્લાનિંગ નહોતા કરી રહ્યા કારણ કે, આર્યન હજી બે વર્ષનો પણ થયો નથી.
બે બાળકો વચ્ચેનું અંતર ૪ વર્ષ છે, જે સરળ નહોતું. સૌથી પહેલા રોહિતને જાણ થઈ હતી અને તે ખુશ થયો હતો. અમે અમારા માતા-પિતાને જણાવ્યું હતું. અમારી પાસે સારી સપોર્ટ સિસ્ટમ છે. રિયાના પણ ઉત્સાહિત થઈ હતી, તે બહેન ઈચ્છે છે.
આર્યન હજી સમજણો થયો નથી. તેથી તે મારા પેટ પર માથુ રાખીને ઉંઘે ત્યારે મારે તેને કહેવું પડે છે કે, ‘અંદર એક બેબી છે’. તેથી તે રિયલ બેબીની રાહ જાેઈ રહ્યો છે. ડિમ્પી ગાંગુલી અને રોહિત રોયે હકીકતમાં ત્રીજા બાળક માટે પ્લાનિંગ કર્યું નહોતું. તેથી, જ્યારે પ્રેગ્નેન્સીની જાણ થઈ ત્યારે તેમના માટે પણ આ સરપ્રાઈઝ હતી.
ડિમ્પી ગાંગુલીએ જણાવ્યું હતું કે, ‘અમારે તેવો કોઈ પ્લાન નહોતો. અમે ત્રણ બાળકો વિશે ચર્ચા કરી હતી. અમારી પાસે ટાઈમલાઈન નહોતી. હકીકતમાં, અમારું કોઈ પણ બાળક પ્લાનિંગ કરેલું નથી. અમે માત્ર તેમને ભગવાનના આશીર્વાદ તરીકે મેળવ્યા છે’.
ડિમ્પી ગાંગુલીએ પ્રેગ્નેન્સી ક્રેવિંગ્સ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘રિયાના વખતે રોજ સવારે હું બ્રેડ, દૂધ અને ખાંડ ખાતી હતી. મને ગળ્યું ખાવાની ઈચ્છા થતી હતી. આર્યન વખતે મને ખૂબ ભૂખ લાગતી હતી. આ વખતે સ્પાઈસી ફૂડની ઈચ્છા થાય છે’.SSS