હિંસા દ્વારા ડરાવવા લોકતાંત્રિક અધિકારોનું ઉલ્લંઘન: પીએમ મોદી
નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના શ્રીધામ ઠાકુરનગરમાં મતુઆ સમુદાયની પ્રખ્યાત હસ્તિ શ્રી શ્રી હરિચંદ ઠાકુરની ૨૧૧મી જયંતિ પર આયોજીત ‘મતુઆ ધર્મ મહા મેલા’ને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે બંગાળમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો અને નામ લીધા વગર મમતા સરકાર પર નિશાન સાધ્યુ હતું.
પીએમ મોદીએ કહ્યુ, ‘રાજકીય ગતિવિધિઓમાં ભાગ લેવો આપણો લોકતાંત્રિક અધિકાર છે. પરંતુ રાજકીય વિરોધને કારણે જાે કોઈને હિંસાથી ડરાવી-ધમકારી રોકવામાં આવે તો બીજાના અધિકારોનું હનન છે. તેથી આપણું કર્તવ્ય છે કે હિંસા, અરાજકતાની માનસિકતા સમાજમાં હોય તો તેનો વિરોધ કરવામાં આવે.’
હાલમાં બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામમાં બાળકો અને મહિલાઓ સહિત ૯ લોકોને સળગાવી દેવામાં આવ્યા હતા. આરોપ છે કે ટીએમસીના એક પંચાયત પદાધિકારીની હત્યાનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
આ મામલાની તપાસ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ કરી રહી છે. ભાજપનો આરોપ છે કે મમતા સરકાર અપરાધિઓને બચાવી રહી છે. તો ટીએમસીનું કહેવું છે કે રાજ્ય સરકારે આ ઘટનામાં કાર્યવાહી કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, આજે હું મતુઆ સમાજના બધા સાથીઓને આગ્રહ કરવા ઈચ્છીશ. સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે સમાજના સ્તર પર તમારૂ જાગરૂકતા વધારવાની છે. જાે કોઈનું પજવણી થઈ રહી છે તો જરૂર અવાજ ઉઠાવો. આ આપણું સમાજ પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય છે. પીએમ મોદીએ કહ્યુ કે કર્તવ્યોની આ ભાવનાને આપણે રાષ્ટ્રના વિકાસનો પણ આધાર બનાવવો છે.
આપણું બંધારણ આપણે ઘણા અધિકાર આપે છે. તે અદિકારોને આપણે ત્યારે સુરક્ષિત રાખી શકીએ છીએ, જ્યારે આપણે આપણા કર્તવ્યોને ઈમાનદારીથી નિભાવીશું.HS