બાયડ વિધાનસભા બેઠક પર જીત મેળવવા ભાજપ અગ્રણીઓએ જાહેરસભાઓ સંબોધી
બાયડ:બાયડ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ પરાકાષ્ટએ છે ભાજપ, કોંગ્રેસ અને એન.સી.પી ના ઉમેદવાર ચૂંટણી જંગ જીતવા માટે મત વિસ્તાર ખૂંદી રહ્યા છે ભાજપ બાયડ બેઠક પર વિજય મેળવવા પાયાના કાર્યકરો અને વિવિધ મોરચાને મેદાનમાં ઉતારી ડોર ટુ ડોર પ્રચાર આરંભી દીધો છે ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે ભાજપ આ બેઠક કબ્જે કરવાની જવાબદારી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને સોંપી છે બાયડ મત વિસ્તારમાં ભાજપ પ્રદેશ અગ્રણીઓની સતત જાહેરસભાઓ સંબોધી રહ્યા છે સાઠંબા ખાતે યોજાયેલ સહકારી સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ હાજરી આપી બાયડની પ્રજા ભાજપ સાથે હોવાની સાથે કોંગ્રેસ પર આકારા પ્રહારો કર્યા હતા
અરવલ્લી જિલ્લા માં બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે બાયડ બેઠક કબજે કરવા રાજકીય પક્ષો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે
ત્યારે આજે બાયડ ના સાઠંબા ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહકાર સંમેલન માં ઉપસ્થિત રહ્યા હતા બાયડ વિધાનસભા સીટ ના ઇચાર્જ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા સંસદ દીપસિંહ રાઠોડ સાબરડેરી ચેરમેન શામળ ભાઈ સાબરકાંઠા બેન્ક ના ચેરમેન મહેશ ભાઈ નું સન્માન કરાયું હતું આ સંમેલન માં બાયડ બેઠક ના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા
જેથી સહકારી સંમેલન રાજકીય સંમેલન માં ફેરવાયું હતું પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે કોંગ્રેસ ના કાંગરા ખરી પડ્યા છે કોંગ્રેસ નો ઉમેદવાર પણ એકલો અટૂલો પડી ગયો છે કોંગ્રેસ માં લોકો ને ગૂંગળામણ થાય છે જેથી ત્યાંથી ઠેકડો મારી ને ભાજપ માં હજારો ની સંખ્યા માં આવેછે બાયડ વિધાનસભા માં કોંગ્રેસ ગાંડા બાવળ જેવી છે જેને બાયડ ની જનતા ઉખાડી ને ફેંકી દેશે કોંગ્રેસ સ્ટ્રેચર પર છે.
બાયડ વિધાનસભા માં કોંગ્રેસ માં ભાજપે વધુ એક મસમોટું ગાબડું પાડવામાં સફળ સાઠંબા ખાતે ભાજપ પ્રદેશ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ સહકાર સંમેલન માં બાયડ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ઝાલા, માલપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ જસવંતસિંહ ખાંટ, બાયડ તાલુકા સભ્ય જસવંતસિંહ પરમાર , યુથ કોંગ્રેસ મીડિયા સેલ પ્રવિણસિંહ ખાંટ , ભરતસિંહ ખાંટ , સુનિલસિંહ સોલંકી , મહેન્દ્રસિંહ પરમાર , મહેન્દ્રસિંહ ઠાકોર , સુનિલસિંહ સોલંકી , ભાવેશભાઈ , સમીરભાઈ , પૃથ્વીસિંહ બારીયા , રાહુલસિંહ , મહેન્દ્રસિંહ , પ્રવીણસિંહ , બળદેવભાઈ , વિનોદભાઈ , દિલીપસિંહ સહિત 200 થી વધારે કાર્યકર્તા ઓ કોંગ્રેસ નો સાથે છોડી ભાજપ માં જોડાયા હોવાનું બાયડ વિધાનસભા બેઠકના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું