Western Times News

Gujarati News

૨૦૨૧ના વર્ષમાં પ્રથમ વખત પવન અને સૌર ઊર્જાથી વિશ્વની ૧૦% વીજળી ઉત્પન્ન થઈ

પ્રતિકાત્મક

નવીદિલ્હી, નવા એનાલિસીસ અનુસાર, પવન અને સૌર ઊર્જાએ ૨૦૨૧માં પ્રથમ વખત વૈશ્વિક વીજળીનો ૧૦ ટકા હિસ્સો પેદા કર્યો હતો. હવામાન અને ઊર્જાની થિંક ટેન્ક એમ્બરના સંશોધન મુજબ ૫૦ દેશોને પવન અને સૌર સ્ત્રોતોમાંથી તેમની શક્તિના દસમા ભાગ કરતાં વધુ ઊર્જા મળે છે. ૨૦૨૧માં કોવિડ -૧૯ મહામારીથી વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં ઉછાળો આવતા ઊર્જાની માંગમાં વધારો થયો હતો.

વીજળીની માંગ રેકોર્ડ ગતિએ વધી. આને કારણે કોલસાની ઊર્જામાં ઉછાળો જાેવા મળ્યો હતો, જે ૧૯૮૫ પછીના સૌથી ઝડપી દરે વધ્યો હતો. સંશોધન બતાવે છે કે ગયા વર્ષે વીજળીની જરૂરિયાતમાં વૃદ્ધિ વિશ્વની ગ્રીડમાં નવા ભારતને ઉમેરી શકાય તેના બરાબર હતી.

બીબીસીમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે સૌર અને પવન અને અન્ય સ્વચ્છ સ્ત્રોતોએ ૨૦૨૧માં વિશ્વની ૩૮% વીજળી ઉત્પન્ન કરી હતી. પ્રથમ વખત વિન્ડ ટર્બાઇન અને સોલર પેનલ્સ કુલ મળીને ૧૦ ટકા ઉત્પાદન કર્યુ છે. વર્ષ ૨૦૧૫થી પેરિસ જળવાયુ સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદથી પવન અને સૂર્યમાંથી આવતો હિસ્સો બમણો થઈ ગયો છે.

પવન અને સૌર ઊર્જા તરફ સૌથી ઝડપથી સ્વિચિંગ નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વિયેતનામમાં થયું હતું. ત્રણેય છેલ્લાં બે વર્ષમાં અશ્મિભૂત ઇંધણથી ગ્રીન સ્રોતોમાં તેમની વીજળીની માંગનો દસમો ભાગ મૂવ કર્યો છે.

એમ્બરના હેન્ના બ્રોડબેન્ટે જણાવ્યું હતું કે, “નેધરલેન્ડ એ વધુ ઉત્તરીય અક્ષાંશ દેશનું ઉત્તમ ઉદાહરણ છે જે સાબિત કરે છે કે, તેનાથી કોઇ મતલબ નથી કે સૂર્ય પ્રકાશ ક્યાં છે. પરંતુ આ બાબત સંપૂર્ણ સારી એન્વાયરમેન્ટ પોલીસી પર આધારિત છે, જે સૌર ઊર્જાનૈ ઉપયોગ માટે મોટો તફાવત ઉભો કરી શકે છે.”

બીજી તરફ વિયેતનામે પણ સોલરમાં અદભૂત વૃદ્ધિ બતાવી હતી. જેમાં માત્ર એક જ વર્ષમાં ૩૦૦ ટકાથી વધુનો વધારો થયો હતો. એમ્બરની વૈશ્વિક લીડ ડેવ જાેન્સે જણાવ્યું હતું કે, “વિયેતનામના કિસ્સામાં સૌર ઉત્પાદનમાં એક મોટા પાયે પગલું ભરવામાં આવ્યું હતું અને તે ફીડ-ઇન ટેરિફ દ્વારા સંચાલિત હતું, જે નાણાં સરકાર તમને વીજળી ઉત્પન્ન કરવા માટે ચૂકવે છે.

જેણે ઘરો અને યુટિલિટીઝ માટે મોટા પ્રમાણમાં સૌર જનરેશન કરવા માટે ખૂબ જ આકર્ષક જમાવ્યું હતું.”વધુમાં તેમણે જણાવ્યું કે, “અમે તેની સાથે જે જાેયું તે ગયા વર્ષે સૌર ઉત્પાદનમાં એક મોટું પગલું હતું. જે માત્ર વધેલી વીજળીની માંગને જ પહોંચી વળ્યું ન હતું. પરંતુ તેના કારણે કોલસા અને ગેસ બંનેના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હતો.”HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.