NTAGI દ્વારા સીરમની કોવાવેક્સની સમીક્ષા કરાશે
નવી દિલ્હી, સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(એસઆઈઆઈ) દ્વારા વિકસિત નવી કોરોના વેક્સિન ‘કોવાવેક્સ’ની રાષ્ટ્રીય તકનિકી સલાહકાર (એનટીએજીઆઈ)નો કોવિડ-૧૯નો કાર્ય સમૂહ સમીક્ષા કરશે. આ રસી બાળકો અને પુખ્ત વયના લોકો માટે તૈયાર કરવામાં આવી છે. આ સમીક્ષા બેઠક ૧ એપ્રિલે થશે. કોઈ વેક્સિન પર ર્નિણય લેવા માટે સુનિયોજિત એનટીએજીઆઈ પાસે ત્રિસ્તરીય પ્રણાલી છે.
આ કાર્ય જૂથ પ્રથમ સ્તરનું છે. આ કાર્ય જૂથ દ્વારા વેક્સિનના ડેટાની સુરક્ષા અને તેની અસર જાેયા બાદ બીજા સ્તરની સ્થાયી તકનિકી ઉપ સમિતિ (એસટીએસસી) સમીક્ષા અને ચર્ચા કરશે. ત્યારબાદ એસટીએસસી અંતિમ ર્નિણય લેનારા ત્રીજા જૂથને પોતાનો ર્નિણય આપશે.
શુક્રવારે યોજાનારી આ બેઠકમાં એનટીએજીઆઈ બધા દેશવાસિયો માટે કોવિડ-૧૯ના બૂસ્ટર અથવા સાવચેતીના ડોઝની ચર્ચા નહીં કરે. તાજેતરમાં જ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ સીરમને કોવાવેક્સના ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી આપી છે.
આ પરવાનગી પુખ્તો અને ૧૨ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે આપવામાં આવી છે. આ દરમિયાન સીરમના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે, વૈશ્વિક પરીક્ષણોમાં નોવાવેક્સ ૯૦%થી વધારે કારગર સાબિત થઈ છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના બ્રાંડ કોવાવેક્સે ભારતમાં અધ્યયન પુરું કરી લીધું છે. પુખ્ત વયના લોકો માટે ડીસીજીઆઈ દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. ૧૨ વર્ષથી વધુ વયના બાળકોને ટૂંક સમયમાં આપવામાં આવશે.SSS