છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૯ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં મંગળવાર કરતા આજે કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. આજે નવા ૯ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૭ દર્દીઓ સાજા થયા હતા.
અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૮૨૯ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવી રેટ પણ સુધરીને ૯૯.૧૦ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૮૩,૧૫૪ રસીના ડોઝ અપાયા હતા.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૨૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૧ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૧૨૧ નાગરિકો સ્ટેબલ છે. તો બીજી તરફ ૧૨,૧૨,૮૨૯ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જાે કે અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૦૯૪૨ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૨૪૧૪ ને રસીનો પ્રથમ જ્યારે ૧૯૮૦૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૧૬૮ ને પ્રથમ અને ૭૦૪૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫૦૪૬ ને પ્રીકોર્શન ડોઝ જ્યારે ૧૨-૧૪ વર્ષના તરૂણો પૈકી ૩૭૬૭૦ ને પ્રથમ ડોઝ અપાય હતો. આ પ્રકારે કુલ ૮૩,૧૫૪ રસીના ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૦,૬૦,૯૧,૦૩૬ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS