પુષ્પાની શ્રીવલ્લી રણબીર કપૂરની સાથે કરશે રોમાન્સ
મુંબઈ, પુષ્પા ફિલ્મમાં જાેવા મળેલી સીધી સાદી શ્રીવલ્લીની પોપ્યુલારિટી દિવસેને દિવસે વધી રહી છે. આ ફિલ્મમાં શ્રીવલ્લીની ભૂમિકા નિભાવનાર રશ્મિકા મંદાનાની ખ્યાતી પણ વધી ગઈ છે. હવે તે એટલી પ્રખ્યાત થઈ ગઈ કે શ્રીવલ્લીએ બોલીવુડની જાણીતી અભિનેત્રીના હાથમાંથી મોટી ફિલ્મ છીનવી લીધી છે.
એનિમલ ફિલ્મથી મેકર્સે પરિણીતિ ચોપડાને પહેલા બહાર કરી દીધી હતી. હવે આ ફિલ્મમાં પરિણીતિની જગ્યા રશ્મિકા મંદાનાએ લીધી છે.
રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે રશ્મિકા મંદાનાએ એનિમલ ફિલ્મને સાઇન કરી છે. આ ફિલ્મને લઈને ફિલ્મ નિર્માતા ભૂષણ કુમાર અને ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વંગાને તેવું લાગે છે કે રશ્મિકા આ ફિલ્મ માટે પરફેક્ટ છે. આ સાથે મેકર્સ ફિલ્મ માટે કોઈ ફ્રેશ ફેસ ઈચ્છે છે.
એનિમલ ફિલ્મમાં રશ્મિકા મંદાના બોલીવુડના ચોકલેટી બોય રણબીર કપૂર સાથે રોમાન્ચ કરતી જાેવા મળશે. ખબર છે કે રણબીર જલદી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે. એનિમલ ફિલ્મમાં રણબીર અને રશ્મિકા મંદાના સિવાય અનિલ કપૂર અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગ પૂરુ થઈ ગયું છે. છેલ્લા ચાર વર્ષથી આ બંને સિતારા ફિલ્મના શૂટિંગને લઈને વ્યસ્ત હતા. બ્રહ્માસ્ત્રના રેપઅપ બાદ આ બંને ફિલ્મ મેકર અને પોતાના ખાસ દોસ્ત અયાન મુખર્જીની સાથે બનારસના એક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.SSS