કેજરીવાલે ઇલેક્ટ્રિક ઓટોરિક્ષાને લીલી ઝંડી આપી
નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે આઈપી ડેપોમાંથી ઈલેક્ટ્રિક ઓટોરિક્ષાને લીલી ઝંડી બતાવીને તેને લોન્ચ કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઈ ઓટો ૩,૫૦૦ લોકો ચલાવશે. આનાથી ૩,૫૦૦ લોકોને રોજગાર મળશે, જેમાંથી ૫૦૦ મહિલાઓ છે. જે એક બહુ ગર્વની વાત છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અવસર પર કહ્યું કે, દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. દિલ્હીને દેશની ઇવી રાજધાની માનવામાં આવે છે. લોકો વધુને વધુ ઇવી ખરીદી રહ્યા છે. આ વર્ષે તેમના દ્વારા ખરીદવામાં આવેલા કુલ વાહનોમાંથી ૧૦ ટકા ઇલેક્ટ્રિક વાહનો હતા.HS