મહારાષ્ટ્રમાં બીજી એપ્રિલથી કોરોનાના નિયંત્રણો દૂર થશે
મુંબઈ, દેશમાં કોરોના મહામારી હજુ સંપૂર્ણ રીતે ખતમ થઈ નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેસમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે તમામ રાજ્યમાં મોટા ભાગના પ્રતિબંધો સમાપ્ત થઈ ગયા છે. હવે મહારાષ્ટ્રમાં પણ તમામ પ્રકારના પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા છે. તો દિલ્હીમાં પણ કોરોનાને લઈને ડીડીએમએની બેઠક બોલાવવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી જિતેન્દ્ર આવ્હાડે ટિ્વટર પર આ વાતની જાણકારી આપી કે રાજ્યમાં તમામ પ્રકારના કોરોના પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. મંત્રીએ ટિ્વટર પર કેબિનેટની બેઠકનો ઉલ્લેખ કરતા લખ્યુ- આજે કેબિનેટે સર્વસંમત્તિથી કોરોનાના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે.
ગુડી પડવાનું ઝુલૂસ જાેરશોરથી, રમજાનને ઉત્સાહ સાથે મનાવો. મંત્રી સિવાય ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઓફિસ તરફથી તેને લઈને ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું કે ગુડી પડવાને લઈને તમામ કોરોના પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર સિવાય દિલ્હીમાં ડીડીએમએની બેઠક ચાલી રહી છે. જેમાં આ પ્રકારના ર્નિણય લેવામાં આવી શકે છે. દિલ્હીમાં તમામ કોરોના પ્રતિબંધને હટાવવામાં આવી શકે છે.
દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલની અધ્યક્ષતામાં આ બેઠક થઈ રહી છે. બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા. જાણવા મળ્યું કે આ બેઠક દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણના રિવ્યૂ માટે બોલાવવામાં આવી છે.
મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૭૮ કોરોના કેસ સામે આવ્યા છે, તો ૨૧૯ લોકો સાજા થયા છે અને એકનું મોત થયુ છે.
હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૯૦૨ છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો ત્યાં ૩૦ માર્ચે ૧૨૩ નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન એકનું મૃત્યુ થયું હતું. દિલ્હીમાં ૪૫૯ એક્ટિવ કેસ છે.SSS