Western Times News

Gujarati News

ICICI બેંકે ગંભીર બિમારીનાં કવચ સાથે ભારતની પ્રથમ ફિક્સ્ડ ડિપોઝિટ શરૂ કરી

  • ગ્રાહકોને એફડી સાથે 33 ગંભીર બિમારીઓનું પૂરક વીમાકવચ મળશે

મુંબઈઃ ICICI બેંકે એફડી મારફતે રોકાણમાં વૃદ્ધિ અને ગંભીર બિમારીનાં કવચ દ્વારા સુરક્ષાનો બેવડો લાભ ઓફર કરતી ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) ‘એફડી હેલ્થ’ લોંચ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહકોને પ્રથમ વર્ષમાં વીમાકવચ ફ્રી ઓફ કોસ્ટ ઓફર થશે અને પછી તેઓ એને રિન્યૂ કરાવી શકે છે. ICICI Bank announces the launch of ‘FD Health’, a Fixed Deposit (FD) offering the dual-benefit of investment growth via FD and protection through a critical illness coverage. The customers will be offered the insurance cover free of cost for the first year and thereafter, they can renew it.

વીમાઉદ્યોગમાં આ પ્રકારની પ્રથમ ઓફર ગ્રાહકને ઓછામાં ઓછા બે વર્ષની મુદ્દત માટે રૂ. 2થી રૂ. 3 લાખની એફડી ખોલવા પર આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂ. 1 લાખનું ગંભીર બિમારીનું પૂરક વીમાકવચ પ્રદાન કરશે. 18થી 50 વર્ષની વયજૂથનાં ગ્રાહકોને સ્પર્ધાત્મક વ્યાજનાં દર મેળવવા ઉપરાંત 33 ગંભીર બિમારીઓ પર એક વર્ષ માટે પૂરક વીમાકવચ મળશે. પોલિસી અંતર્ગત ગંભીર બિમારીની યાદીમાં કેન્સર, ફેંફસાનાં રોગ, કિડની ફેઇલ્યર, યકૃતનો રોગ અને મગજમાં શરૂ થતી ગાંઠ, અલ્ઝાઇમર્સ ડિસીઝ અને પાર્કિન્સન્સ ડિસીઝ સાથે સંબંધિત ચોક્કસ ગંભીરતા સામેલ છે.

‘એફડી એક્સ્ટ્રા’ અંતર્ગત બેંકની ઇનોવેટિવ ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટની વિવિધ ઓફરમાં આ લેટેસ્ટ વધારો છે, જેની ડિઝાઇન એનાં સમજુ ગ્રાહકોની જીવનનાં વિવિધ તબક્કાઓની જુદી જુદી જરૂરિયાતો અને વિવિધ લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં મદદ કરશે.

આ પ્રસંગે રિટેલ લાયાબિલિટીઝ ગ્રુપનાં હેડ પ્રણવ મિશ્રાએ (Pranav Mishra) કહ્યું હતું કે, “મોટાં ભાગની વ્યક્તિઓ માટે રોકાણનો મૂળભૂત વિકલ્પ એફડી હોય છે, પછી એમની જોખમ ખેડવાની ક્ષમતા ગમે તેટલી હોય. નાણાકીય બજારોમાં પ્રવર્તમાન ચડઊતર સાથે અમે એફડીમાં રોકાણ કરવા ગ્રાહકોનો રસ ફરી વધ્યો હોવાનું જોયું છે, કારણ કે તેઓ વ્યાજનાં આકર્ષક દર, લિક્વિડિટી, મૂડીની સલામતી અને સુનિશ્ચિત વળતર ઓફર કરે છે.

અમે તાજેતરમાં ‘એફડી એક્સ્ટ્રા’ FD Extra લોંચ કરી છે, જેને પ્રોત્સાહનજનક પ્રતિસાદ મળ્યો હતો, જે નવીન ડિપોઝિટ પ્રોડક્ટની સીરિઝ છે. અત્યારે અમને ગ્રાહકોને ગંભીર બિમારીઓ માટે કવચ મારફતે સુરક્ષા પ્રદાન કરવા ‘એફડી હેલ્થ’ FD Health લોંચ કરવાની ખુશી છે. આ ઓફર ઉદ્યોગમાં સૌપ્રથમ છે તથા ગંભીર બિમારીનાં કવચ સાથે ફિક્સ્ડ ડિપોઝિટની સલામતી અને વૃદ્ધિનો લાભ પ્રદાન કરે છે, જો જરૂર પડે તો. આ એફડીધારકો માટે રૂ. 1 લાખની વીમાકૃત રકમ માટે એક વર્ષનાં ગાળામાં 33 ગંભીર બિમારીઓનું કવચ પૂરું પાડે છે.”

ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સનાં (ICICI Lombard General Insurance Ex. director Sanjiv Mantri told) એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજીવ મંત્રીએ ઉમેર્યું હતું કે, “આજનાં સમયમાં જ્યારે ગ્રાહકો રોકાણનાં વિવિધ વિકલ્પો ધરાવે છે, ત્યારે ફિક્સ્ડ ડિપોઝિટે એનું આકર્ષક સ્થાન જાળવી રાખ્યું છે. ICICI Bank  હંમેશા એનાં ગ્રાહકો માટે ઇનોવેટિવ સોલ્યુશન પ્રસ્તુત (innovative solution for customers) કરવામાં મોખરે છે.

બેંકની લેટેસ્ટ ફિક્સ્ડ ડિપોઝિટ ઓફર ‘એફડી હેલ્થ’ ગંભીર બિમારીઓ સામે હેલ્થ કવચ સાથે એફડીમાંથી સુનિશ્ચિત વળતરનો વિશિષ્ટ બેવડો લાભ ઓફર કરે છે. તબીબી સારવાર માટેનાં ખર્ચમાં વધારા વચ્ચે જીવનશૈલી સાથે સંબંધિત રોગોમાં વધારો થવાથી હેલ્થ પ્રોટેક્શન કવચ વિકલ્પ નહીં પણ જરૂરિયાત છે. ‘એફડી હેલ્થ’ દ્વાર ઓફર થતાં વિશિષ્ટ બેવડા લાભ સાથે વ્યક્તિ વ્યક્તિની બચત તોડ્યાં વિના તબીબી ખર્ચા સામે વીમાકવચ જાળવી શકે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.