કઠલાલના કાકરખાડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમ ઝડપાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી / વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે
આજરોજ એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ એલ.સી.બી. સ્ટાફને દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વૉચ તપાસ રાખી દેશી / વિદેશી દારૂના કેસો શોધી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ ડી.બી.કુમાવત અને પોલીસ માણસો
સાથે પ્રોહી ડ્રાઇવ અન્વયે કઠલાલ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિનોદકુમાર તથા કેતનકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે કઠલાલ , કાકરખાડ બળીયાદેવ મહારાજવાળા ફળીયા ખાતે રહેતા જયંતીભાઇ ભેમાભાઇ ડાભી રહે.કાકરખાડ ,
બળીયાદેવ મહારાજવાળા ફળીયામાં તા.કઠલાલ જી.ખેડા નાઓને પોતાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની કાચની બોટલો નંગ -૩૨૮ કિ.રૂ. ૧,૩૧,૨૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી ગુનામાં સંડોવાયેલ તમામ ઇસમો વિરુદ્ધમાં કઠલાલ પો.સ્ટે . પ્રોહિ . ધારા હેઠળ હેડકો.વિનોદકુમાર નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી . કરવામાં આવેલ છે .