Western Times News

Gujarati News

LPG સિલિન્ડરના ભાવમાં ૨૫૦ રૂપિયાનો વધારો નોંધાયો

Files Photo

નવી દિલ્હી, દેશભરમાં આજથી એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થઇ ગયા છે. આ વખતે એલપીજી ગેસ સિલિન્ડર ૨૫૦ રૂપિયા મોંઘો થઇ ગયો છે. જાેકે આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ એલપીજીના ગ્રાહકોને રાહત મળી છે. હમણાં ૧૦ દિવસ પહેલાં ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા હતા જ્યારે ૨૨ માર્ચના રોજ કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો હતો.

તમને જણાવી દઇએ કે લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. ૨૨ માર્ચના રોજ સબસિડી વિનાના ઘરેલૂ એલપીજી સિલિન્ડરમાં ૫૦ રૂપિયાનો વધારો થયો છે. તમને જણાવી દઇએ કે ૧૯ કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર આજથી દિલ્હીમાં ૨૨૫૩ રૂપિયાનો મળશે.

તો બીજી તરફ કલકત્તામાં હવે આ ૨૦૮૭ રૂપિયાના બદલે ૨૩૫૧ રૂપિયા અને મુંબઇમાં ૧૯૯૫૫ ના બદલે ૨૨૦૫ રૂપિયામાં મળશે. ચેન્નઇમાં હવે આ સિલિન્ડર માટે ૨૧૩૮ રૂપિયાના બદલે ૨૪૦૬ રૂપિયા ખર્ચ કરવા પડશે.

તમને જણાવી દઇએ કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા ઉપરાંત હવાઇ ઇંધણના ભાવમાં વધારો થયો છે. ૧ એપ્રિલના રોજ જેટ ફ્યૂલ એટલે કે એટીએફના ભાવ ૨ ટકા વધીને ૧,૧૨,૯૨૫ કિલોલીટર થઇ ગયા છે. પહેલાં ૧,૧૦, ૬૬૬ રૂપિયા કિલોલીટર હતા. તો બીજી તરફ નવા દર ૧૫ એપ્રિલ ૨૦૨૨થી લાગૂ થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.