સૈફ જેવો બ્રોડ-માઈન્ડેડ વ્યક્તિ દરેક દશકામાં પિતા બની શકે: કરીના

મુંબઈ, બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન ચાર બાળકોનો પિતા છે. થોડા વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ તેણે ૨૦૧૨માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. કપલ તૈમૂર અને જેહ એમ બે દીકરાના માતા-પિતા છે. નાની ઉંમરમાં જ બંને પોપ્યુલારિટી અને ફેન્સ ધરાવે છે.
આ સિવાય સૈફને અમૃતા સિંહ સાથે કરેલા પહેલા મેરેજ થકી સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન એમ બે બાળકો છે. ચારેય બાળકોમાં સારા સૌથી મોટી છે જ્યારે જેહ સૌથી નાનો છે. હાલમાં એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં કરીના કપૂરે દરેક દશકામાં સૈફને બાળકો હોવા અંગે વાત કરી હતી.
સૈફ દરેક દશકામાં બાળકનો પિતા બન્યો છે. તે જ્યારે ૨૦નો હતો, ૩૦નો હતો, ૪૦નો હતો અને ૫૦મા વર્ષમાં પણ. મેં તેને કહી દીધું કે, તેની ૬૦ની ઉંમરમાં હવે તેમ થવાનું નથી. માત્ર સૈફ જેવો બ્રોડ-માઈન્ડનો વ્યક્તિ જ દરેક સ્ટેજ પર ચાર બાળકોનો પિતા બની શકે છે. તે તેનો સમય બધાને આપે છે.
હવે જેહની સાથે પણ અમે બેલેન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે નક્કી કર્યું છે જ્યારે તે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હશે ત્યારે તે સમયે હું કામ ન કરવાનો પ્રયાસ કરીશ. જ્યારે હું શૂટિંગમાં વ્યસ્ત હોઈશ ત્યારે તે જેહ સાથે રહેશે’, તેમ કરીના કપૂરે એક ફેશન મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. કરીના કપૂરે સૈફ અને તૈમૂરના બોન્ડિંગ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘ટિમને લોકો ગમે છે.
જ્યારે પણ ઘરે બધા ભેગા થાય છે ત્યારે તે તેનો ભાગ બનવા માગે છે. તે મિનિ સૈફ છે, તે રોકસ્ટાર બનવા માગે છે. તે તેના પપ્પા સાથે AC/DC અને સ્ટીલી ડેનને સાંભળે છે. બંનેનું બોન્ડિંગ અદ્દભુત છે. ટિમ કહેતો રહે છે કે ‘અબ્બા મારા બેસ્ટ ફ્રેન્ડ છે”. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર ખૂબ જલ્દી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાન સાથે જાેવા મળવાની છે. ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થવાની છે.
આ ત્રીજી એવી ફિલ્મ છે જેમાં કરીના અને આમિર સાથે જાેવા મળશે. આ સિવાય જેહના જન્મ બાદ તેની આ પહેલી ફિલ્મ પણ છે.