પટૌડી પરિવારની અલગ જ છબિ બાંધીને મળવા ગયો હતો કુણાલ

મુંબઈ, બોલિવુડના એક્ટર કુણલા ખેમૂએએ કેટલીટ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘ગોલમાલ’, ‘ઢોલ’, ‘લૂંટકેસ’, ‘મલંગ’ જેવી ફિલ્મો સામેલ છે. કોમેડીથી લઈને નેગેટિલ રોલ કર્યા છે. તેણે ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે.
પ્રોફેશનલ લાઈફ ઉપરાંત કુણાલ પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં રહે છે. પટૌડી પરિવારના જમાઈ કુણાલ ખેમૂએ હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના સાસરાવાળા સાથેની મુલાકાતનો કિસ્સો જણાવ્યો છે. આ સિવાય સૈફ-કરીના સાથે કઈ વાતો શેર નથી કરતો તેનો પણ ખુલાસો કર્યો છે.
એક જાણીતા ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં કુણાલ ખેમૂએ પોતાના સાસરી પક્ષના લોકો સાથેની પહેલી મુલાકાતને વાગોળી હતી. સાસુ શર્મિલા ટાગોર, સાળા સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર સાથેની પહેલી મુલાકાતને ‘અલગ’ ગણાવી હતી.
કુણાલ ખેમૂ પોતે પણ એક્ટર છે પરંતુ તે તેમની પર્સનાલિટીથી ખૂબ પ્રભાવિત થયો હતો. તેણે કહ્યું, “મારા માટે આ અનુભવ ખૂબ અલગ હતો. અમે એક્ટર્સ એકબીજાને માત્ર એક્ટર્સ તરીકે જાેઈએ છે. અમારા માટે એ સમજવાનું ખૂબ મુશ્કેલ છે કે અભિનેતાની પાછળ સામાન્ય વ્યક્તિ છે. મારા માટે શર્મિલા ટાગોર જેવા લેજેન્ડ કે સૈફ અલી ખાન અને કરીના કપૂર જાેવા સુપરસ્ટાર છે.
એટલે જ જ્યારે હું તેમને પહેલીવાર મળ્યો તો મારી પણ એવી જ માનસિકતા હતી. એકવાર તમે તેમને સામાન્ય વ્યક્તિ તરીકે જાણો તો તેઓ એકદમ નોર્મલ હોય છે. તમે એક વ્યક્તિ તરીકે તેમની સાથે વધુ સારી રીતે કનેક્ટ કરી શકો છો.
તેમને વ્યક્તિગત રીતે જાણીને મને ખૂબ સારું લાગ્યું હતું.” કુણાલને પૂછવામાં આવ્યું કે સૈફ અને કરીના સાથે એક્ટિંગ અંગે ચર્ચા કરે છે? જવાબમાં તેણે કહ્યું અમે સામાન્ય રીતે જિંદગીની ચર્ચા કરીએ છીએ.
એક્ટિંગ છેલ્લી બાબત છે જેના વિશે અમે ચર્ચા કરીએ. કુણાલને એમ પણ પૂછવામાં આવ્યું કે તે સ્ક્રીપ્ટ પસંદ કરતી વખતે પત્ની સોહાની સલાહ લે છે ત્યારે તેણે કહ્યું કે, પ્રોફેશનલી તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે અને એકબીજાને સલાહ-સૂચનો નથી આપતા.
કુણાલે કહ્યું અમારી પ્રોફેશનલ લાઈફ ખૂબ અલગ છે અને અમે સંપૂર્ણપણે સ્વતંત્ર છીએ. પરંતુ હું કોઈ પ્રોજેક્ટ અંગે ઉત્સાહિત હોઉં તો સોહાને ચોક્કસથી કહું છું. મને તેના વિચાર જાણવાનું ગમે છે પરંતુ આ કહ્યા વિના જ ચાલી જાય છે. અમે એકબીજા પર અભિપ્રાયો નથી થોપતા.’SSS