થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં નેહા મલિકે દેખાડ્યો બોલ્ડ અવતાર

મુંબઈ, ખેસારી લાલ યાદવ સાથે મ્યુઝિક વીડિયો ‘તેરે મેરે દરમિયાં’ ફેમ અભિનેત્રી નેહા મલિકે હવે થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં તેની તસવીરો શેર કરી છે, જેમાં તેની સુંદરતાનો કોઈ જવાબ નથી. અભિનેત્રી નેહા મલિકે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું કે, ‘ક્યારેક તમારે જાેખમ લેવું પડે છે.
આ બધું તમારા સપના માટે થાય છે. ફક્ત તમે જ જાેઈ શકો છો.’ લાઇટ પિંક કલરના ગાઉનમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. નેહા મલિકના ફોટાને ફેન્સ ખૂબ જ લાઈક્સ અને કોમેન્ટ્સ આપી રહ્યા છે. તેની તસવીરોને ૧૫ હજારથી વધુ લાઈક્સ મળી છે.
લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને હાર્ટ, સ્માઈલી ઈમોજી શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટોમાં જાેઈ શકાય છે કે અભિનેત્રી ગાઉનમાં છે અને ખુલ્લા વાળ સાથે પોઝ આપી રહી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે. આમાં તેની મનમોહક અદાઓ ચાહકોને પાગલ કરી રહી છે.
આ પહેલીવાર નથી જ્યારે નેહા મલિક તેના કોઈ ફોટોને લઈને ચર્ચામાં હોય. આ પહેલા પણ તે તેના બોલ્ડ ફોટોઝને કારણે હેડલાઇન્સમાં રહી છે. ઘણી વખત તે બોલ્ડ એક્ટ્સ બતાવવા માટે ટ્રોલનો સામનો પણ કરી ચુકી છે. તમને જણાવી દઈએ કે ભોજપુરી પહેલા નેહા પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચુકી છે. આમાં ‘સખિયાં’ જેવા ઘણા વીડિયો સામેલ છે.SSS