Western Times News

Gujarati News

રૂ.ર૦૦ થી ૩૦૦ પ્રતિ કિલોના ભાવે અમદાવાદની ડેરીઓમાં કેરીના તૈયાર રસનું વેચાણ શરૂ

(પ્રતિનિધિ) અમદાવાદ, ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ‘કેરી’ સૌ કોઈને અચૂક યાદ આવે. કેસર- હાફુસ સહિતની કેરીનો રસ ખાવાની મજાજ કઈક અલગ છે. બાળકો, અબાલ-વૃધ્ધ સહિત બધાને કેરી ભાવતી હો યછે ફળોનો રાજા કેરી ગણાય છે હવે કેરીની સીઝન શરૂ થશે. જાેકે હાલમાં કેરીના ભાવ ઉંચા છે ધીમે ધીમે બજારમાં કેરીનો ફાલ આવશે તેમ તેમ ભાવ ઘટશે. મોટાભાગના લોકો તૈયાર કેરીનો રસ લાવવાનું ટાળે છે.

ઘરે કેરી લાવીને રસ કાઢીને ખાવો આમ તો હિતાવહ છે. તેમ છતાં રસ ખાવા તલપાપડ થતા સ્વાદના શોખીનો તૈયાર રસ ખાય છે. અમદાવાદ શહેરમાં જાણીતી ડેરીઓમાં ઉચ્ચગુણવત્તાયુક્ત કેરીનો રસ તૈયાર મળતો હોય છે તેનાથી કોઈ તકલીફ થતી નથી.

તેમ છતાંય કેરી ખાવાના શોખીનો મોંઘાભાવે કેરી ખરીદીને ખાય છે. પહેલાના વખતમાં કેરી લાવી તેને ગોળીને કંતાનમાં ઘસીને રસ કાઢવામાં આવતો હતો. આજકાલ આ પધ્ધતિ ઓછી જાેવા મળી રહી છે.

મોટેભાગે જયુસર મશીનનો ઉપયોગ થાય છે. બીજી પધ્ધતિમાં કેરીને ગોળીને હાથથી જ કેરીને તોડી રોટલી કે પુરી જાેડે રસ ખાવા જાેવો મળતો હતો. અગાઉના વર્ષોમાં આ બધુ જાેવા મળતુ હતુ તે ધીમે ધીમે બંધ થયુ છે અગર તો સાવ ઓછુ થઈ ગયુ છે. આજકાલ તો જેમને આ બધી માથાકુટમાં પડવુ નથી તે તૈયાર રસ લઈ આવે છે.

અમદાવાદની ડેરીઓમાં તો તૈયાર રસના વેચાણની શરૂઆત થઈ ગઈ છે. મોટી અને જાણીતી ડેરીઓ ગુણવત્તાની બાબતે કોઈ કચાશ રાખતી નથી. ખાનગી ડેરીઓમાં તૈયાર રસનો ભાવ રૂ.ર૦૦ થી ૩૦૦ની આસપાસ જાેવા મળી રહયો છે. પ્રતિ કિલો આ ભાવ છે સામાન્ય રીતે તૈયાર રસમાં ભેળસેળની આશંકા નાગરિકોને હોય છે તેથી લોકો કેરી ઘરે લાવીને રસ નીકાળતા હોય છે.

તેમ છતાં જાણીતી ડેરીઓની વસ્તુઓ પર લોકોને વિશ્વાસ હોય છે ત્યાં ભેળસેળ થતી હોતી નથી તેથી જ દૂરના અંતરે જઈને જાણીતી જગ્યાઓ પરથી લોકો કેરીનો રસ ખરીદે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ-રોટલી જમીને પંખા કે એરકન્ડીશનમાં ડાબે પડખે થવાનું ચલણ વધતુ જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.