Western Times News

Gujarati News

સરદારનગરની સોસાયટીઓના ગટરના પાણીને હવે નદીમાં ઠલવાતા રોકાશે

(એજન્સી) અમદાવાદ, શહેરની મધ્યમાં થઈને વહેતી સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમોના ગંદા પાણી છોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ આ મુદ્દેે હાઈકોર્ટે પણ મ્યુનિસિપલ તંત્ર અને જીપીસીબીને વારંવાર ઠપકો આપ્યો હતો.

હાઈકોર્ટના આદશથી તંત્રે સાબરમતી નદીમાં ઠલવાતા ગંદા પાણીને રોકવા ઔદ્યોગિક એકમોના કનેકશન કાપવાની ઝુંબેશ હાથ ધરી હતી. સાબરમતી નદીમાં સોસાયટીઓના પણ ગટરના ગંદા પાણી છોડાઈ રહ્યા છે.જેમાં સરદારનગરની દસથી બાર સોસાયટીના મામલો અનેક વાર ચર્ચાસ્પદ બન્યો છે.

ગઈકાલેે મળેલી સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનની ઝીરો અવર્સમાં ફરી સરદારનગરની હોટલ તાજ ઉમેદની પાછળ આવેલી આ સોસાયટીઓનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. જેના કારણે મ્યુનિસિપલ સતાવાળાઓએ આ સોસાયટીના ગટરના પાણીને નદીમાં ઠલવાતા રોકવામાં આવશે એવું આશ્વાસન સ્ટેન્ડીં કમિટિને આપ્યુ હતુ.

ગઈકાલે સાંજે મળેલી મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિમાં ભાપના સભ્યોએ સરદારનગરની દસથી બાર સોસાયટીઓના ગટરના પાણી સાબરમતી નદીમાં ઠલવાઈને તેને ગંદા કરતા હોવા અંગે તંત્ર સમક્ષ રજુઆત કરી હતી. તે વખતે સંબંધિ અધિકારીઓ પણ આ સમસ્યા સાથે સંમત થયા હતા. સાબરમતી નદીનું પાણી ઔદ્યોગિક એકમો તેમજ રહેણાંકના ગંદા પાણીથી પીવાલાયક રહ્યુ નથી.

અનેતેને લઈને હાઈકોર્ટની પણ વારંવાર ફટકાર સાભળવી પડે છે. એટલે આ સમસ્યાના નિકારણ માટે ત્યાંના ખાળકૂવાને સાફ કરવા માટે મ્યુનિસિપલ સતાવાળાઓએ સંમતિ દર્શાવી હતી. એટલે સ્થાનિક લોકો તેમના ઘરના ગટરના પાણી નદીમાં છોડવાના બદલે ખાળકૂવામાં ઠાવલશેે.

આ ઉપરાંત તંત્ર દ્વારા એસટીપી પ્લાન્ટ ઉભો કરવાની દિશામાં હિલચાલ આરંભાઈ છે. આ માટે એક પ્લાન્ટની પસંદગી પણ થઈ ચુકી હોઈ ત્યાં ગટરના પાણીના શુધ્ધીકરણ માટે એસટીપી પ્લાન્ટ કાર્યરત કરાશે. તંત્ર દ્વારા અપાયેલી આ પ્રકારની ખાતરીથી સભ્યો સંતુષ્ટ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.