Western Times News

Gujarati News

બોપલ-ઘુમાના રહેવાસીઓ આનંદોઃહવે પ્રોપર્ટી ટેક્ષમાં પ૦ ટકા વળતર મળશે

(એજન્સી) અમદાવાદ, ઔડા હેઠળની બોપલ-ઘુમા નગરપાલિકાને ગત તા.૧૮મી જૂન, ર૦ર૧ એ મ્યુનિસિપલ તંત્રના ભેળવી દેેવાઈ હતી. આની સાથે ચિલોડા, કઠવાડા, સહિતના વિસ્તારો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાગ બની ગયા હતા.

આ વિસ્તારોના નાગરીકોનેે હજુ સુધી મેગાસીટી અમદાવાદના વિકાસના ફળ ચાખવા ન મળ્યા હોઈ શહેરના ભાજપ શાસકોએે પૂરેપૂરો મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ રીબેટ જાહેર કર્યુ હતુ. જે મુજબ હવે બોપલ- ઘુમાના નાગરીકોને આજથી આરંભ થયેલા નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ માં પ્રોપર્ટી ટેક્ષ બિલમાં પ૦ ટકાની રાહત મળશે.

અગાઉ તા.૧૪મી ફેબ્રુઆરી-ર૦૦૬એ ઔડા હેઠળની સાત નગરપાલિકા અને તા.ર૦મી જુલાઈ-ર૦૦૬થી વધુ દસ નગરપાલિકા અને ૩૦ ગ્રામ પંચાયતનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરાયો હતો. એ વખતે અગાઉના નવા વિસ્તારોના નાગરીકોને જે તે નગરપાલિકા અને ગ્રામ પંચાયતના વર્ષ ર૦૦૬-૦૭ના ટેક્ષની રકમ કરતા વધારે રકમ થતી હોય એવા કિસ્સામાં બંનનેના તફાવતમાં વળતર અપાયુ હતુ.

જે મુજબ ર૦૦૭-૦૮માં ૭પ ટકા, ર૦૦૮-૦૯માં પ૦ ટકા, ર૦૦૯-૧૦માં રપ ટકા અને ર૦૧૦-૧૧માં ક્ષેત્રફળ આધારીત નવી પધ્ધતિ મુજબ તંત્રે પૂરેપૂરો પ્રોપર્ટી ટેક્ષ લીધો હતો.

હવે આવી જ પધ્ધતિ હાલના બોપલ-ઘુમા સહિતના વિસ્તારો માટે શાસકોએ અપનાવી છે. જે મુજબ નગરપાલિકા-ગ્રામ પંચાયતનુૃ વર્ષ ર૦ર૦-ર૧નું ટેક્ષ બિલ જાે રૂા.૧૦૦૦નું થતુ હતુ અને તંત્રનું વર્ષ ર૦ર૧-રરનું ટેક્ષ બિલ જાે રૂા.ર૦૦૦ આવ્યુ હતુ તો તેમાં પહેલાં વર્ષની ૭પ ટકા છૂટ પ્રમાણે કરદાતાને રૂા.૧રપ૦નો ટેક્ષ ભરપાઈ કરવાનો થતો હતો.

હવે આજથી શરૂ થયેલા નવા નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ માટે બોપલ-ઘુમાના નાગરીકોને ટેક્ષ બિલમાં ૭પ ટકાને બદલે પ૦ ટકા છૂટ મળનાર હોઈ તેમને રૂા.ર૦૦૦ ના ટેક્ષ બિલમાં રૂા.૧પ૦૦ ભરવા પડશે.

જ્યારે આગામી નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ માં તે છૂટ પ૦ ટકાથી ઘટાડીને રપ ટકા થવાની હોઈ નાગરીકોને તેમના ર૦૦૦ના ટેક્ષ બિલમાં રૂા.૧૭પ૦ ભરવાના થશે અને વર્ષ ર૦ર૪-રપથી પૂરેપૂરો પ્રોપર્ટી ટેક્ષ એટલે કે રૂા.ર૦૦૦ ભરવો પડશે.

બોપલ-ઘુમા નગરપાલિકાનો સ્વતંત્ર વોર્ડ બનાવાશે એવી અટકળોની વચ્ચે તંત્રે તેના ત્રણ ટુકડા કરીને વિવાદ ઉભો કર્યો હતો. બોડકદેવ, જાેધપુર અને થલતેજ વોર્ડમાં બોપલ-ઘુમાને ભેળવી દેવાયા બાદ પ્રોપર્ટી ટેક્ષના બિલમાં બમણોથી અઢી ગણો વધારો થવાનો હતો.

જાે કે શાસકોના સુધારીત બજેટમાં નવા ભેળવાયેલા બોપલ-ઘુમા સહિતના વિસ્તારોમાં નાગરીકોને મ્યુનિસિપલ તંત્રના આકરા પ્રોપર્ટી ટેક્ષ બિલથી બચાવવા સળંગ ત્રણ વર્ષ સુધી ક્રમશે ૭પ ટકા, પ૦ ટકા અને રપ ટકાની વળતર આપવાની જાહેરાત કરાઈ હતી. જે મુજબ પ્રોપર્ટી ટેક્ષ બિલમાં વળતર અપાઈ રહ્યુ હોઈ ચાલુ નાણાંકીય વર્ષેે ર૦રર-ર૩ ના ટેક્ષ બિલમાં પણ પૂરેપૂરી રકમ, રીબેટની રકમ અને ચોખ્ખી ભરવાપાત્ર રકમ દર્શાવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શાસક પક્ષ બોપલ- ઘુમાવાસીઓને યુઝર્સ ચાર્જમાં એક પણ રૂપિયાનું વળતર આપ્યુ નહોતુ. એટલે રહેણાંક વિસ્તારમાં વર્ષે રૂા.૩૬પ અને બિનરહેણાંક વિસ્તારોમાં વર્ષ રૂા.૬૩૦નો આકરો યુઝર્સ ચાર્જ કે સ્વચ્છતા સેસ ચુકવવો પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.