૨૦૨૪ સુધીમાં ટીબીની અસરકારક રસી આવી જશે

નવી દિલ્હી, ભારતમાં ટ્યુબરક્યુલોસિસથી એટલે કે ટીબીની બિમારીથી અનેક લોકો પિડાઈ રહ્યાં છે. ટીબીની સારવાર લાંબી ચાલે છે. ત્યારે ટીબીના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આવી સ્થિતિમાં હવે ભારતના વૈજ્ઞાનિકોએ ટીબી સામે અસરકારક રસી વિકસાવવાનો દાવો કર્યો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)દ્વારા દેશમાં ટીબીની ૨ રસીઓનું ટ્રાયલ પણ ચાલી રહ્યું છે. આ ટ્રાયલ ૬ રાજ્યોમાં કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે, જાે બધું બરાબર રહ્યું તો ભારત ૨૦૨૪ સુધીમાં અસરકારક ટીબી રસી મળી જશે.
પૂણે ખાતે આવેલી નેશનલ એઈડ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (એનએઆરઆઈ)ના વૈજ્ઞાનિક ઈ ડો સુચિત કાંબલેએ કહ્યું છે કે, ‘અમને વિશ્વાસ છે કે ભારતમાં સારી રસી મળશે અને ત્યારબાદ ભારતમાં ટીબીના ફેલાવાને રોકવામાં મદદ કરશે. મળતી માહિતી મુજબ, આઈસીએમઆર દેશના ૬ રાજ્યોમાં ૧૮ સ્થળોએ ૩ તબક્કામાં ડબલ બ્લાઈન્ડ પ્લેસબો કંટ્રોલ ટ્રાયલ ચલાવી રહ્યું છે. તેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, તેલંગાણા અને ઓડિશા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.
આઈસીએમઆરએ ૨ ટીબી રસીઓ ટ્રાયલ કરી રહ્યું છે તે વીપીએમ૧૦૦૨ અને ઈમ્યૂવૈક છે. ડો. કાંબલે કહ્યુ હતુ કે આ ટ્રાયલમાં ૬ વર્ષથી વધુ ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા છે.SSS