Western Times News

Gujarati News

શ્રીલંકામાં હિંસા બાદ લદાયેલો કર્ફ્યુ હટાવાયો

કોલંબો, સતત બગડી રહેલાં આર્થિક સંકટને લઇને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન ચાલતું હતુ. જે હિંસક બન્યા બાદ રાજધાની કોલંબોના કેટલાક વિસ્તારોમાં લાદવામાં આવેલ રાતોરાત કર્ફ્‌યુ શુક્રવારે સવારે ૫ વાગ્યે હટાવી લેવામાં આવ્યુ હતુ.પોલીસનું કહેવું છે, કે ગુરુવારના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ૪૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શ્રીલંકામાં ચોખા, ખાંડ, દૂધ જેવી તમામ આવશ્યક ચીજવસ્તુઓની અછત છે. જે સામાન દુકાનો પર ઉપલબ્ધ છે, પણ તેનો ભાવ જાેઈને લોકો તેમને ખરીદી શકતા નથી. તેથી શ્રીલંકામાંથી લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. લોકો પોતાનો દેશ છોડીને પાડોશી દેશમાં જઈ રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, “પાંચ પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા છે, અને અનેક વાહનોને સળગાવી દેવામાં આવ્યા છે.” અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોલંબો નોર્થ, કોલંબો સાઉથ, કોલંબો સેન્ટ્રલ, નુગેગોડા, માઉન્ટ લવિનિયા અને કેલાનિયા પોલીસ વિભાગોમાં કર્ફ્‌યુ લાગુ કરવામાં આવ્યો હતો.

રાજધાની કોલંબોમાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાનમાં વિરોધીઓએ પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો, જેમને રોકવા માટે પોલીસે ટીયરગેસ અને પાણીનો મારો ચલાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા કેટલાક વીડિયોમાં લોકો નારાઓ લગાવતાં જાેવા મળ્યા હતા. પુરુષો અને મહિલાઓને ‘પાગલ, પાગલ, ઘરે જાઓ’ બૂમો પાડતા સાંભળી શકાય છે, અને સાથે માંગ પણ કરી રહ્યા છે કે શક્તિશાળી રાજપક્ષે પરિવારના તમામ સભ્યો પોતાનું પદ છોડે.

આટલું જ નહીં શ્રીલંકામાં ચોખા,દાળ અને દુધ લેવા માટે લડવુ પડી રહ્યું છે. પેરાસિટેમોલ ૧૦ થી ૧૨ ગોળીઓ માટે ૪૨૦ થી ૪૫૦ આપવા પડી રહ્યાં છે અને દવાઓ મળી પણ નથી રહી. દેશમાં તમામ જરૂરી ખોરાક અને પીણા માલસામાનની ભારે અછત છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.