રાધેમાં સલમાન ખાન સાથે દિશા પટની નજરે પડી શકે
મુંબઇ, સલમાન ખાન હાલમાં દબંગ-૩ ફિલ્મને લઇને ભારે વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિંહા નજરે પડનાર છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થવા આવ્યુ છે ત્યારે સલમાન ખાને હવે તેની નવી ફિલ્મ રાધેમાં કામ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પટની નજરે પડનાર છે. હજુ સુધી તમામ બાબતો નક્કી કરવામાં આવી નથી પરંતુ દિશાને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાના હેવાલ મળ્યા છે. ફિલ્મમાં રોલને લઇને અનુષ્કા શર્મા સાથે વાતચીત કરવામાં આવી હતી. જો કે તેની સંબંધમાં કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે ફિલ્મનુ નામ રાધે ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ કોપ રાખવામાં આવનાર છે.
એવા હેવાલ પણ સપાટી પર આવી રહ્યા છે કે સલમાનની સાથે પહેલા અનુષ્કા શર્માને લેવાની વાત હતી. જા કે આ યોજના પડતી મુકવામાં આવી છે ભારત નામની સલમાનની છેલ્લી ફિલ્મમાં દિશા પટની નાનકડા રોલમાં નજરે પડી હતી. જા કે સલમાન અને દિશા વચ્ચેની કેમિસ્ટ્રી તમામને પસંદ પડી હતી. તેમના પર રહેલા ગીતે ભારતમાં ભારે ચર્ચા જગાવી હતી આ ગીત ખુબ લોકપ્રિય થયુ હતુ.
આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને હવે મુખ્ય રોલમાં દિશાને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મ મેકર્સ દ્વારા ટુંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૭માં આવેલી કોરિયન ફિલ્મ ધ આઉટલોજની રીમેક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. રાધે ફિલ્મ ચોથી નવેમ્બરના દિવસે ફ્લોર પર જઇ શકે છે. ફિલ્મના પ્રથમ હિસ્સાનુ શુટિંગ મુંબઇમાં કરવામાં આવનાર છે. ત્રીજી વખત સલમાન અને પ્રભુ દેવા સાથે કામ કરવા માટે તૈયાર થઇ ગયા છે. વોન્ટેડ, દબંગ-૩માં સાથે છે.