Western Times News

Gujarati News

યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ૧૬ લાખ પડાવી દુષ્કર્મ કર્યું

Files Photo

અમદાવાદ, સોશિયલ મીડિયા પર પ્રેમમાં પડી જતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખસે યુવતી પાસેથી ૧૬ લાખ પડાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. ત્યારબાદ અંગતપળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને મહિનાઓ સુધી બ્લેકમેઈલિંગ કરીને તેનું શોષણ કર્યું હતું. અવારનવાર મળતી ધમકીઓથી કંટાળીને યુવતીએ આખરે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા નરાધમની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ગાયકવાડ હવેલીમાં રહેતી રેશ્મા (નામ બદલ્યું છે) લગભગ દોઢ વર્ષ પહેલા સ્નેપચેટ મારફતે અકીલ મિરઝા નામના યુવવકના સંપર્કમાં આવી હતી. થોડા સમય સુધી બંને એકબીજા સાથે ચેટિંગ કર્યું અને બાદમાં ફ્રેન્ડશિપ થતાં નંબરની આપ-લે કરી હતી હતી.

ફરિયાદ અનુસાર ઘણા દિવસો સુધી બંને ફોન પર વાતચીત કર્યા બાદ બંનેની અમદાવાદ સ્થિત લો ગાર્ડન ખાતે મુલાકાત થઈ હતી. આમ બેથી ત્રણવાર મળ્યા બાદ અકીલે દિલની વાત કહી અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

જાે કે, રેશ્મા પણ તેની વાતોમાં આવી ગઈ અને અકીલ પર આંધળો વિશ્વાસ કરવા લાગી. આ દરમિયાન અકીલે રેશ્માને પોતે શેરબજારમાં અને બિટકોઈનમાં રોકાણ કરીને સારો નફો કમાતો હોવાનું કહ્યું અને રેશ્માને પણ જાે તેના પાસે રૂપિયા હોય તો શેરબજારમાં રોકવા કહ્યું હતું.

જેથી રેશ્માએ ઘરમાંથી ૫૦૦૦૦ ચોરીને અકીલને આપ્યા હતા. ત્યારબાદ અકીલે વારંવાર પૈસાની માંગણી કરતો હતો. તેથી તેના પિતાએ એક પ્લોટ વેચીને તેના જે રૂપિયા આવ્યા હતા તે તિજાેરીમાં મૂક્યા હતા તે રૂપિયા પણ ચોરી કરીને રેશ્માએ અકીલને આપી દીધા હતા. એટલું જ નહીં, પરિવારે લગ્ન માટે સાચવીને રાખેલા દાગીના પણ રેશ્માએ અકીલને આપી દીધા હતા.

પોલીસ ફરિયાદ અનુસાર એખ દિવસ અકીલ રેશ્માનું આધારકાર્ડ માંગ્યું હતું અને અત્યારસુધી જેટલા રૂપિયા લીધા છે તે પરત આપવાનું કહીને આશ્રમ રોડની હોટલમાં લઈ ગયો હતો અને જ્યાં રૂમ બૂક કરાવી રેશ્મા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આમ રૂપિયા આપવાનું કહી અકીલ તેને જુદી-જુદી હોટલોમાં ળઈ જઈ સંબંધ બાંધ્યા હતા.

આ બધુ થતા રેશ્મા તેને પૈસા આપવાની અને તેની સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા અકીલે અંગતપળોના વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેનું બ્લેકમેઈલિંગ કરવાનું શરૂ કર્યું હતું અને તેની સાથે જુદી-જુદી હોટલોમાં ળઈ જઈ પોતાની હવસ સંતોષતો હતો.

વારંવાર મળતી ધમકીઓથી કંટાળીને આખરે રેશ્માએ પોલીસની મદદ માંગી છે. જેના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા અકીલની ધરપકડ કરીને તેની સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.