શેરડી કંપનીઓ હજી ૧૦ વર્ષ જુના જ ભાવ આપે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/Serdi.jpg)
સુરત, દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો હવે અન્ય ખેતી પાક કે અન્ય વ્યવસાય તરફ વળે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ખર્ચ વધુ અને તેની સામે આવક ઘટતા ખેડૂતો પડી ભાંગવાના આરે છે. જાેકે આવતીકાલે દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓ ચાલુ વર્ષના ભાવ જાહેર કરશે. શેરડી પકવતા ખેડૂતોને સારા ભાવની માંગણી કરવામાં આવી છે.
ધરતીપુત્રોની આવક બમણી કરવાની વાતો વચ્ચે ખેડૂતોનું ડગલે પગલે શોષણ થઈ રહ્યું છે. વીતેલા ૧૦ વર્ષમાં ખેતીની પડતર કિંમતમાં અનેક ગણો વધારો થયો છે. પરંતુ ખેત પેદાશોનો ભાવ આજે પણ દાયકાઓ જુનો જ છે. દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક તરીકે ગણાતા શેરડી પાકની વાત કરીએ તો છેલ્લા ૧૦ વર્ષમાં દવા, રાસાયણિક ખાતર, મજૂરી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચાર થી પાંચ ઘણો ભાવ વધી ચુક્યો છે. તેની સામે શેરડી ભાવ ૧૦ વર્ષથી ૨૫૦૦ થી ૩૧૦૦ ની વચ્ચે આવી રહ્યા છે.
જે દક્ષિણ ગુજરાતમાં દાયકો પહેલા કપાસની ખેતી થતી પરંતુ તેનો ભાવ ન મળતા શેરડીના પાક તરફ વળ્યાં હતા. જાેકે હવે શેરડીના ભાવ પણ પોષણક્ષમ ન મળતા ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે.
જાે કે ખેડૂતના પાક પહેલાના જ ખર્ચની વાત પર નજર કરીએ તો રાસાયણિક ખાતરમાં સલ્ફએટની ગુણી ૨૦૧૨ માં ૩૯૭ ના ભાવે મળતી હતી. તેના ભાવ આજે ૧૦૦ થાય છે. પોટાશના ભાવ ૨૦૧૨ હતા તે આજે ૮૮૨ હતા તે આજે ૧૭૦૦ રૂપિયાએ પહોંચી ચુક્યા છે. તેવી જ રીતે ૨૦૧૨ માં જે ભાવ ૬૯ રૂપિયે લીતરે ભાવે જે પેટ્રોલ મળતું હતું એ આજે ૧૦૧ રૂપિયા લીતરે પહોંચ્યું છે. જ્યારે ડીઝલ ૪૬ થી ૯૬ પર પહોંચ્યું છે. પરંતુ આજે પણ શેરડીના ટનદીઠ ભાવ ૨૫૦૦ થી ૩૦૦૦ હજારની વચ્ચે પાડવામાં આવે છે.
મહત્વનું છે કે, વિતેલા ૧૦ વર્ષમાં સુગર ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું બદલાય ચૂક્યું છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા લાખો ખેડૂત પરિસ્થિતિ દાયકાઓ બાદ પણ આજે બદલાઈ નથી. ખેડૂત નાસીપાસ થઈ રહ્યો છે. પોષણક્ષમ ભાવ ન મળતા ખેતી કરવી કે નહી તે માટે પણ મૂંઝવણમાં મુકાયા છે.
ખેડૂતો રોષ સાથે કહી રહ્યા છે કે, ખેતી ખર્ચ મોંઘો થઇ રહ્યો છે . ખેડૂત સસ્તો થઈ રહ્યો છે. જેથી ખેડૂતો ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે. શેરડી પકવતા ખેડૂતો ચાલુ વર્ષે ૩૦૦૦ થી ૩૫૦૦૦ ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.SSS