ભારત વિકાસ પરિષદની ખેડબ્રહ્મા શાખા દ્વારા પાણીની પરબનો શુભારંભ કરાયો

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારત માં રાષ્ટ્ર અને સમાજ માટે કામ કરતી ભારત વિકાસ પરિષદ ની ખેડબ્રહ્મા શાખા દ્વારા તારીખ ૧-૪-૨૨ ના રોજ બપોરે ૧૨ઃ૦૦ વાગે ખેડબ્રહ્મા શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ આગળ પાણીની પરબ નો શુભારંભ કરાયો.
ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડે દિવસમાં અનેક બસો આવતી જતી હોય છે તથા ગામડાના રસ્તાઓ પણ અહીં નજીકથી પસાર થતા હોય દિવસમાં હજારો લોકો આ પાણીનો લાભ લઇ શકે છે. આ પરબની શરુઆત ગયા વર્ષે શરૂ કરાઇ હતી. ખેડબ્રહ્મા ના શ્મયાનગર પાસે આવેલ માણેકનાથ મહાદેવ મંદિરના મહંતશ્રી મનહરદાસ મહારાજે શ્રીફળ વધેરી તથા ખેડબ્રહ્મા મામલતદાર શ્રી હેતલબહેન વસૈયાએ પાણીનો પ્રથમ ગ્લાસ ભરી પરબનો શુભારંભ કરાવ્યો હતો.
ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા ખેડબ્રહ્મા શહેરમાં આ પરબ ઉપરાંત સરદાર ચોકમાં હરીશભાઇ રામી દ્વારા તથા ક્રુપા સ્ટુડિયો પાસે ડૉ.પરેશભાઈ ના સૌજન્યથી, ડૉ. હર્ષદ પટેલ દ્ભાવારા તેમના દવાખાના આગળ શરૂ કરાયેલ છે. આ ઉપરાંત નજીકના સમયમાં ભરતભાઈ પટેલ દ્વારા ક્રિષ્ના સિમેન્ટ આગળ, મનીષભાઈ કોઠારી દ્વારા તેમની દુકાન આગળ, લીલાવંટા ખાતે કોલેજના ગ્રંથપાલ હરપાલસિંહ ચૌહાણ દ્વારા તથા પરોસડા ગામે માલજીભાઈ દેસાઈ ધારાસિમેન્ટ વાળા દ્વારા શરૂ થનાર છે.
આ શુભ પ્રસંગે મામલતદાર હેતલબેન વસૈયા તથા મહંત પૂ.શ્રી મનહરદાસ મહારાજ ઉપરાંત ભારત વિકાસ પરિષદના વિભાગ મંત્રી શ્રી નિકેશભાઇ શંખેશરા, હાર્દિકભાઈ સગર પ્રમુખ પ્રા. ડૉ. રોહિતભાઈ દેસાઈ, મંત્રી સુરેશભાઈ પટેલ ડોક્ટર પરેશ મહેતા ડોક્ટર હર્ષદ પટેલ, ડૉ.પ્રભાકાન્ત ઠાકુર, મનિષભાઈ કોઠારી જીગ્નેશ રાવલ, હસમુખ પંચાલ માલજીદેસાઈ વરતોલ, માલજી દેસાઈ ધારા સિમેન્ટ વાળા, હરપાલસિંહ ચૌહાણ હરેશભાઇ રામી, નિતિન કોઠારી, તથા શક્તિ સોલંકી હાજર હતા.