મામલતદાર કચેરીના રેવન્યુ સર્કલ ઓફીસર અને કોમ્પ્યુટર ઓપરેટર ૨૨,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ)કાલોલ, પંચમહાલ જીલ્લાના મામલતદાર કચેરીમા ફરજ બજાવતા રેવન્યુ સર્કલ ઓફીસર અને મધ્યાહન ભોજન શાખાનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા ૨૨,૦૦૦ ની લાંચ લેતા વડોદરા સીટી એસીબીના હાથે ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
ખેતીની જમીન દ્ગછ કરાવવા માટે ઓનલાઇન કરાવવા માટે રેવન્યુ સર્કલ ઓફીસરે પોતાનો અભિપ્રાય આપવા માટે ફરિયાદી પાસે લાંચ માંગી હતી.જેમના વતી લાંચની રકમ મધ્યાહન ભોજન શાખાના કર્મચારીએ સ્વીકારતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા.એસીબીની ટીમે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસીબી સૂત્રો પાસેથી મળતી વિગત અનૂસાર જીલ્લાના ફરીયાદીએ ખેતીની જમીન એન.એ. કરાવવા માટે ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના કામે કાલોલ મામલતદાર કચેરીમાં વેજલપુર સર્કલના રેવન્યુ સર્કલ ઓફીસર જીતેન્દ્રકુમાર ખરાડીએ અભિપ્રાય આપવા માટે લાંચ પેટે રૂા. ૨૫,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી.
પરંતુ રકઝકના અંતે રૂા. ૨૨,૦૦૦ પર વાત પહોચી હતી.પંરતૂ ફરિયાદીલાંચની રકમ ન આપવા માંગતા હોવાથી વડોદરા શહેર એસીબીનો સંપર્ક કર્યો હતો.
જેના આધારે એસીબીની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવામાં આવી હતી.જેમા જુની મામલતદાર કચેરી ખાતે રેવન્યુ સર્કલ ઓફીસર જીતેન્દ્ર કુમાર ખરાડીના કહેવાથી મામલતદાર કચેરીમાં મધ્યાહન ભોજન શાખામાં ફરજ બજાવતા કરાર આધારીત કર્મચારી કૌશિકકૂમાર ગણપતસિંહ જાદવ લાંચની ૨૨,૦૦૦ ની રકમ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા.
આમ બંને કર્મચારીઓએ એકબીજાની મદદથી ગુનો કરતા આરોપીઓને ઝડપી પાડીઁ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેર એસીબી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ જે.આર.ગામીત અને તેમની ટીમ દ્વારા સુપર વિઝન અધિકારી પી.એચ.ભેસાણીયા, મદદનીશ નિયામક, એસીબી વડોદરા એકમના માર્ગદર્શન હેઠળ ગોઠવાયેલી ટ્રેપ સફળ રહી હતી.