અમદાવાદમાં પૈસા માટે યુવકે બે બે પત્નીઓ રાખી
અમદાવાદ, શહેરમાં ફરી એક વાર મહિલાને તરછોડી દીધી હોવાની ઘટના સામે આવી છે. એક યુવતીએ તેના જ ફ્લેટમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા જે પતિને અગાઉની પત્ની બાળકો સાથે છોડીને જતી રહી હતી.
બાદમાં તેની સાથે પણ હજુય સંબંધ રાખતો હોવાનું યુવતીને માલુમ પડતા યુવતીના પતિએ દેવું થઈ ગયું છે ૫ લાખ લઈ આવ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને જે પૈસા આપે એની સાથે રહીશ તેમ કહી યુવતીને છોડી પહેલી પત્ની સાથે રહેવા લાગ્યો હતો. નવાં નરોડામાં રહેતી ૩૦ વર્ષીય યુવતી બ્યુટી પાર્લર ચલાવતી હતી.
તેનો પતિ બ્રોકર તરીકે કામ કરે છે. યુવતી જ્યાં રહેતી હતી ત્યાં જ તે હાલના પતિ સાથે સંપર્કમાં આવી હતી અને બને વચ્ચે પ્રેમ સંબંધ બધાયા હતા. આ યુવતીનાં પતિએ પહેલા લગ્ન કરેલ હતા પણ તે તેને છોડીને બાળકો લઈને જતી રહી હતી.
બાદમાં બને વચ્ચે પ્રેમ થયો અને પ્રેમ લગ્ન કર્યા હતા. યુવતીના પતિને પહેલી પત્ની સાથે છૂટાછેડા થયા નહોતા. અને યુવતીએ લગ્ન કર્યા બાદ એક દિવસ પતિની પહેલી પત્ની આવી અને મકાનની ચાવી માગતા પતિએ આપી દીધી અને યુવતીનો પતિ ક્યારેક ક્યારેક તેની પહેલી પત્નીને મળતો પણ હતો.
થોડા દિવસ પહેલા આ યુવતીને જાણ થઈ કે તેનો પતિ પહેલી પત્ની સાથે પણ સંબંધ રાખે છે અને તેની સાથે ફરવા પણ જાય છે. જેથી યુવતીએ પતિને આ બાબતે પૂછતાં તેણે કહ્યું કે તારા પિતાએ કઈ આપ્યું નથી મારે દેવું થઈ ગયું છે પિયરમાંથી ૫ લાખ લઈ આવ.
યુવતીએ કહ્યું કે તેના પિતા તેની સાથે બોલતા પણ નથી તો ક્યાંથી પૈસા લાવે, ત્યારે તેના પતિએ ગાળાગાળી કરી માર માર્યો હતો. બાદમાં પતિએ કહ્યું પહેલી પત્ની સાથે સબંધ રાખીશ જાે એ પૈસા આપશે તો એને રાખીશ કહીને ત્રાસ આપ્યો હતો. બાદમાં યુવતીનો પતિ ફરી પહેલી પત્ની સાથે રહેવા જતો રહ્યો ત્યારે મકાન ખાલી કરવાનું મકાન માલિકે કહેતા પતિએ સામાન હટાવી લઈ યુવતીને રઝળતી કરી મૂકી હતી. અગાઉ યુવતીએ ફરીયાદ કરી અને હવે ફરી કૃષ્ણ નગરમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.SSS