ભરૂચ જીલ્લા માં ધાડ પાડતી ધાડપાડુ ગેંગ ઝડપાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/IMG_20191014_164711-1024x576.jpg)
ભરૂચ : ભરૂચ જીલ્લા માં થોડા સમય થી ધાડ પાડી તરખાટ મચાવનાર ધાડપાડુ ગેંગ ના છ આરોપીઓ ને ઝડપી પાડી ભરૂચ જીલ્લા પોલીસે ત્રણ ધાડ,એક લૂંટ તથા બે ચોરી ના ગુનાઓ ના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
ભરૂચ જીલ્લા ના નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ મોદલીયા ગામ ની સીમ માં ચાલતા આઓસીએલ કંપની ના પ્રોજેક્ટ માં ત્રાટકી ધાડપાડુ ટોળકી આઠ થી નવ જેટલા સિક્યુરિટી ગાર્ડ અને મજૂરો ને બંધક બનાવી પૂરી દઈને તેઓ ના મોબાઈલો ઝુંટવી તેના સીમકાર્ડ તોડી ને ત્યાંથી આઈશર ટેમ્પો માં મુદ્દામાલ ભરી ફરાર થઈ ગયેલા.આ બાદ આજ રિએટ નબીપુર પોલીસ મથક ના બંબુસર ગામની સીમ માં પણ બનાવ બનવા પામ્યો હતો.જેની ગંભીરતાને ધ્યાનમાં લઈ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા એ જીલ્લા માં આતંક મચાવનાર ધાડપાડુ ટોળકી ને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી.
આ બાદ નેત્રંગ પોલીસ મથક ના પી.એસ.આઈ કે.ડી.જાટ તેમજ એલ.સી.બી પી.એસ.આઈ પી.એસ.બરંડા,એ.એસ.ચૌહાણ અને વાય.જી.ગઢવી તથા સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી ધાડપાડુ ટોળકી ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.આ દરમ્યાન હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ ના આધારે માહિતી એકત્રિત કરી ધાપાડુ ગેંગ ના રાજુભાઈ માલાભાઈ બામ્બા,ગોકુળ ઉર્ફે ગોપાલભાઈ સાજનભાઈ ભરવાડ,સુરેશભાઈ ઉદયભાઈ મીઠાપરા,પરેશભાઈ હીરાભાઈ પરમાર,હીરાભાઈ સવજીભાઇ પરમાર અને નરેશભાઈ ઉદયભાઈ મીઠાપરા તમામ હાલ રહે,સુરત જીલ્લા નાઓ
ને ધાડ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી.પોલીસ ની આ સફળતા અંગે જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા એ માહિતી આપી
તેઓ ની પૂછકપ્રચ માં નેત્રંગ,નબીપુર પોલીસ મથક ઉપરાંત નર્મદા જીલ્લા ના રાજપીપળા ની લૂંટ ના તેમજ દહેજ તથા સુરત ની ભંગાર ની ચોરી ના ભેદ ઉકેલવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
ઝડપાયેલ આરોપીઓ માથી ગોકુળ ઉર્ફે ગોપાલભાઈ સાજનભાઈ ભરવાડ જે આજથી ત્રણેક વર્ષ પહેલા હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમા ભેંસ ચોરીમા દેવીપુજ ગેંગ સાથે પકડાયેલ છે. પોલીસ ની આગળ ની તપાસ માં હજુ ક્યાં અને કેટલા ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળે છે તે જોવું રહ્યુ.