નાઇઝિરિયન યુવકના ડોક્યુમેન્ટ્સ તપાસ્યા અને બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો
અમદાવાદ, ભારતમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે રહેતા નાઇઝિરિયન યુવકનો પર્દાફાશ ઇમિગ્રેશનના ઓફિસરોએ કરતા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી છે. નાઇઝિરિયને પાસપોર્ટ પર બીજી અન્ય કોઇ વ્યક્તિનું ઇમિગ્રેશનનું સ્ટિકર ચોંટાડી અને ન્યૂ દિલ્હી ઇમિગ્રેશન વિભાગનો બોગસ સિક્કો માર્યો હતો.
ઇમિગ્રેશન ઓફિસરે ફોર્મ સી ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આંબાવાડી વિસ્તારમાં આવેલી એફઆરઓ (ફોરેનર્સ રિઝનલ રજિસ્ટ્રેશન ઓફિસ) બ્યૂરો ઓફ ઇમિગ્રેશનની ઓફિસમાં ફિલ્ડ ઇન્કવાઇરી તેમજ વિઝા રજિસ્ટ્રેશનનું કરામ કરતા પ્રભાત પંકજાને ક્રાઇમ બ્રાંચમાં ચૂકવું ચુકવુઇમેકા એડી નામના નાઇઝિરિયન યુવક વિરૂદ્ધ ચીટિંગ, ડોક્યુમેન્ટમાં છેડછાડ અને ગેરકાયદે રહેવા બાબતની ફરિયાદ કરી છે.
અમદાવાદ, અમદાવાદ જિલ્લો તેમજ ગાંધીનગર જિલ્લામાં આવેલી તમામ હોટલોમાં રોકાતા વિદેશી નાગરિકોની માહિતી રાખવાનું કામ કરે છે. તમામ હોટલના સંચાલકો વિદેશી નાગરિકોની વિગતો ફોર્મમાં ભરીને ઇમિગ્રેશનની ઓફિસમાં જમા કરાવતા હોય છે.
ફોર્મમાં વિગતો સિવાય વિદેશી નાગરિકોના પાસપોર્ટની નકલ તથા વિઝાની નકલ અને અરાઇવલ સ્ટેમ્પ (આગમનનો સિક્કો) પણ જમા કરાવવાનો હોય છે. ઇમિગ્રેશન ઓફિસર પ્રભાત તમામ વિદેશી નાગરિકોનાં ડોક્યુમેન્ટ ચેક કરતા હોય અને જાે કોઇ ડોક્યુમેન્ટમાં છેડછાડ હોય તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી પણ કરતા હોય છે.
પ્રભાત ગઇકાલે લાલ દરવાજા ખાતે આવેલી હોટલ ગુડનાઇટમાં એક નાઇઝિરિયન રોકાયો હતો તેનું સી ફોર્મ, પાસપોર્ટ, વિઝાની નકલ તેમજ અરાઇવલ સ્ટેમ્પ ચેક કરતા હતા તો વિઝામાં ગરબડ હોવાનો પર્દાફાશ થયો હતો. નાઇઝિરિયના વિઝા સ્ટિકર ચેક કર્યાં તો તે કોઇ બીજાના હતા. જેથી પ્રભાતે તરત જ ક્રાઇમ બ્રાંચની મદદ લીધી હતી.
ગઇકાલે ક્રાઇમબ્રાંચની ટીમ તેમજ ઇમિગ્રેશન ઓફિસર પ્રભાત તથા તેમની ટીમે લાલ દરવાજા ખાતે આવેલી ગુડનાઇટ હોટલમાં સર્ચ કર્યું હતું. જ્યાં હોટલના સંચાલકો નાઇઝિરિયન યુવક તેની જ હોટલના રૂમ નંબર ૧૨૧માં રોકાયો હોવાનું કહ્યું હતું. હોટલના કર્મચારી નાઇઝિરિયનને બોલાવીને લાવ્યા હતા. જ્યાં રિસેપ્શન કાઉન્ટર પ તેની પૂછપરછ શરૂ કરાઇ હતી અને ડોક્યુમેન્ટ ચેક કરવા લાગ્યા હતા.
નાઇઝિરિયને તેનો પાસપોર્ટ તેમજ વિઝાની કલર કોપી રજૂ કર્યા હતા. વિઝાની કલર કોપી પર ન્યૂ દિલ્હી, ૫ જૂન ૨૦૨૧નો ડુપ્લિકેટ સ્ટેમ્પ માર્યો હતો. ઇમિગ્રેશન ઓફિસરે નાઇઝિરિયનને અસલ પાસપોર્ટ તથા વિઝા રજૂ કરવાનું કહ્યું હતું. જાેકે તેની પાસે તે નહીં હોવાનું કહ્યું હતું.
જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે તેના રૂમમાં સર્ચ કર્યું હતું. રૂમમાંથી ક્રાઇમ બ્રાંચને પાસપોર્ટ તેમજ વિઝા અને અમદાવાદના સીજી રોડ પર આવેલી એક હોસ્પિટલની ફાઇલ મળી આવ્યા હતા. ભારત દેશમાં વધુ સય રોકાવવા માટે નાઇઝિરિયને પાસપોર્ટ પર બનાવટી વિઝા સ્ટિકર ચોંટાડ્યુ હતું.