રખડતા ઢોરના ત્રાસથી નાગરીકોને મુકત કરાવવા જરૂરીઃ સરકાર
(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ રાખવા અને હેરફેર બાબતે વિધેયક-ર૦રર બહુમતીના જાેરે રાતે પસાર કરાયું હતું.
આ વિધેયકને પગલે શહેરી વિસ્તારોમાં હવે ભેસ, ગાય, વાછરડી, વાછરડા, આખલા, ગાય-ભેસનું વાછરડું બળદ, બકરાં, ગધેડા રાખવા માટે લાઈસન્સ લેવું પડશે લાયસન્સ ધરાવનારે ૧પ દિવસમાં ઢોર વગેરેને ટેગ લગાવવી પડશે. આ કાયદાના ભંગ બદલ એક વર્ષ સુધીની જેલ અને પાંચથી ર૦ હજાર દંડની જાેગવાઈ કરવામાં આવી છે.
શહેરી વિસ્તારોમાં ટેગ સાથના ઢોર વગેરે પકડવાના કિસ્સામાં પહેલીવાર પ હજાર બીજી વાર ૧૦ હજાર અને ત્રીજી વખત ૧પ હજારનો દંડ ફટકારવામાં આવશે. ઉપરાંત ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.
એટલું જ નહી પરંતુ પકડાનારહા ઢોરની માલીકીનો સાત દિવસમાં દાવો નહી કરાય તો માલીકી સ્થાનીક સ્વરાજયના તંત્રની થઈ જશે ઢોર પકડપાર્ટી ઉપર હુમલો થાય તો તેવા કિસ્સામાં જે તે આરોપી કે સમુહને એક વર્ષની જેલ થશે આ સાથે જ પ૦ હજારથી એક લાખ સુધીના દંડની પણ જાેગવાઈ છે. પાલીકા હસ્તકના ઢોરવાડાના ઢોર જાહેરમાં મળશે તો માલીક અથવા મેનેજરને ઢોર દીઠ પ૦ હજારનો દંડ થશે.
મંત્રી વિનોદ મોરડીયાએ જણાવ્યું હતું કે, સરકાર રાજકોટ, સુરત ભાવનગર,વડોદરા સહીતની મહાનગરપાલિકાઓમાં ઢોરવાડાના નિર્માણ માટે કામગીરી કરી રહી છે રાજયના શહેરી વિસ્તારોમાંથી રખડતા ઢોરના ત્રાસથી રાજયના નાગરીકોને મુકત કરાવવા માટે રાજય સરકાર કટીબદ્ધ છે જેના માટે સરકાર આ વિધયેક લઈને આવી છે.
કોઈ વ્યકિત ઢોર મેળવે તે તારીખથી ૯૦ દિવસની અંદર લાઈસન્સ મેળવવાની અરજી કરવાની રહેશે. લાઈસન્સ પુરું થાય તે પહેલાં ૬૦ દિવસની અંદર અરજી કરવાની રહેશે. જેમાં ઢોરની સંખ્યા બતાવવાની રહેશે.