આ વર્ષે કેસર કેરી ખાવી મોંઘી પડશે
સીઝનમાં ફેરફારને કારણે પાક ઓછોઃ કેસર કેરીના ૧૦ કિલોનો ભાવ રૂ.૮૦૦થી લઈને ૧૪૦૦ સુધી
(એજન્સી)ગોંડલ, આ વર્ષે કેરીના રસીકોને કેસર કેરી ખાવી મોંઘી પડશે..ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરીના ભાવમાં ૩૦૦ રૂપિયાથી વધુનો વધારો જાેવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે.
સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં આજરોજ સીઝનની મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીની આવક થઈ છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની આવક ૪ થી ૫ દિવસ મોડી થઈ છે. આજરોજ કેસર કેરીની પ્રથમ હરાજી થઈ હતી. ગત વર્ષે કેસર કેરીના ૧૦ કિલોના ભાવ ૮૦૦ રૂપિયાથી લઈને ૧૪૦૦ રૂપિયા મળ્યા હતા. જ્યારે આ વર્ષે કેસર કેરીના ૧૦ કિલો બોક્સના ભાવ ૧૨૦૦ રૂપિયા થી ૧૭૫૧ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની સીઝનની પ્રથમ આવક સારી એવી જાેવા મળી હતી. આશરે ૪૦૦ થી વધુ જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બામણાસા, બાબરીયા, ઉના, તાલાલા, જસાધાર, કંટાળા સહિતના પંથકોમાંથી કેસર કેરીની આવક જાેવા મળી છે. કેરી પકવતા ખેડૂતો કેરીના સારા એવા ભાવ મળી રહ્યા છે. આગામી દિવસોમાં કેરીની આવક હજુ વધશે તેવું ગોંડલના વેપારીએ જણાવ્યું હતું.
કેસર કેરીની સીઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવ ઉંચા જાેવા મળ્યા હતા. ત્યારે હરાજીમાં ૧૦ કિલો કેરીના ભાવ ૧૨૦૦ થી ૧૭૫૧ રૂપિયા સુધી બોલાયા હતા. જાે કે ગત વર્ષે કેસર કેરીના ૧૦ કિલોના ભાવ ૮૦૦થી ૧૪૦૦ રૂપિયા સુધી રહ્યા હતા.
જેથી ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. અતિવૃષ્ટી અને વાવાઝોડાના લીધે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેથી કેસર કેરીના ભાવમાં પણ ધરખમ વધારો જાેવા મળી રહ્યો છે.
ગત વર્ષ કરતા આ વર્ષે કેરી થોડી મોંઘી રહે તેવું વેપારીઓનું કહેવું છે. તૌક્તે વાવાઝોડાના કારણે કેરીનો પાક ખરી જવાથી આ વર્ષે ભાવ ઉંચા રહે તેવી પણ શક્યતા છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે ૪૦૦થી વધુ કેરીના બોક્સની આવક નોંધાઈ છે. હાલ બામણાસા, બાબરીયા, ઉના, તાલાલા, જસાધાર, કંટાળા સહિતના પંથકોમાંથી કેસર કેરીની આવક થઈ રહી છે .ત્યારે આગામી દિવસમાં કેરીની આવકમાં હજુ વધારો થશે.