નડીઆદમાં નીઃસહાય,નિરાધાર વૃધ્ધો માટે ‘દીકરાના ઘર’નુ નિર્માણ કરાશે
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) માનવસેવાના અવિરત અનેક કર્યો કરતી સંસ્થાજય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ,નડીઆદ દ્વારા ગુજરાતના વિવિધ ક્ષેત્રો માં માનવ સેવાની મહેંક પ્રસરાવતા સેવાકીય કાર્યોને પસાર-પ્રચારના માધ્યમ દ્વારા નડીઆદ-ડભાણ ખાતે નીઃસહાય,
નિરાધાર વૃધ્ધો માટે નવ નિર્મિત દીકરાનું ઘર(વૃદ્ધાશ્રમ)તેમજ અબોલ પ્રાણીઓની સંભાળ માટે પાંજરાપોળના નિર્માણાર્થે યોગદાન માટે નિર્માણ કરેલ પરિભ્રમણ યાત્રા રથ સંતરામ મંદિર, નડીઆદના પ.પૂ.નિર્ગુણદાસ મહારાજના વરદ હસ્તે ‘પરિભ્રમ યાત્રા રથ’નું વિધિવત પૂજન સાથે
લોકાર્પણ કરી માનવ સેવાના કાર્યોની બિરદાવી આશિર્વાદ પાઠવ્યા. તથા દાતા રોમેશભાઈ પટેલ પરિવાર સહિત ઉપસ્થિત રહી નવનિર્મિત દીકરાના ઘરમાં બાંધકામ માટે રૂ. ત્રણલાખનો ચેક મહારાજની ઉપસ્થિતિમાં મનુ મહારાજને અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી રથનો પ્રારંભ કરાવ્યો..
આ શુભ અવસરે રોમેશભાઈ પટેલ,મતી માયાબેન,દીપિકાબેન, હરીશભાઈ ભાવસાર, અશોકભાઈ પંડ્યા, વિનોદભાઈ શાહ, ઉપસ્થિત રહ્યા અને જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ ના મનુભાઈ જાેષીએ દાતાઓનો આભાર માનીયો હતો