ચીનને વિભાજીત કરવાનો પ્રયાસ કરનારાઓને કચડી નાખીશું: જિનપિંગ
કાઢમંડૂ, ભારતથી સીધા નેપાળ પ્રવાસે પહોંચેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચેતવણી આપી છે કે ચીનને વિભાજીત કરનારાઓને પુરી રીતે કચડી નાખીશું જિનપિંગે નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીની સાથે વાર્તા દરમિયાન આ વાત કહી.આથી જિનપિંગ તરફથી નેપાળ પર દલાઇ લામા સમર્થક તિબેટીઓની અવરજવર રોકવાનું દબાણ બનાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યું છે. જિનપિંગે એ પણ કહ્યું કે આવા પ્રયાસો કરનારાઓને સાથ આપનારી બહારી સ્થિતિઓને પણ ચીની લોક ચકનાચુર કરી દેશે જા કે જિનપિંગે કોઇ દેશનું નામ લીધુ નહીં પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ નિવેદન દ્વારા તેમણે ભારત તરફ ઇશારો કર્યો છે જેણે સર્વોચ્ચ તબિેટ ધર્મગુરૂ દલાઇ લામને શરણ આપી છે અને તિબેટની નિર્વાસિત સરકારને પણ માન્યતા આપી રાખી છે.
એ યાદ રહે કે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રહેનાર લામાને ચીન વિદ્રોહીની નજરથી જાવે છે અને ૮૪ વર્ષીય દલાઇ લામા તરફથી ચીનને તિબેટ પરથી ગેરકાયદેસર કબજા ખતમ કરવા માટે કહેવાનું પણ ચીન દેશ વિરોઘી માને છે.નેપાળ તિબેટ સેંકડો કિલોટીર લાંબી સીમાની સાથે જાડાયેલ છે નેપાળમાં તિબેટ છોડી આવેલ લગભગ ૨૦ હજાર શરણાર્થી છે જે દલાઇ લામાના સમર્થક છે. આ ઉપરાંત દર વર્ષ તિબેટથી લગભગ બેથી અઢી હજાર લોકો ગેરકાયદેસર રીતે નેપાળની સીમાથી ધુસી અહીં દલાઇ લામાના દર્શન કરવા ધર્મશાળા પહોંચે છે.અનેક લોકોનું માનવુ છે કે ચીનની ઇચ્છા નેપાળમાં રહેતા તિબેટીઓને પોતાને ત્યાં પ્રત્યાર્પિત કરવાની છે અને કાઠમાંડૂ પર તેનું દબાણ બનાવવાના જિનપિંગે આ નિવેદન આપ્યું છે જેથી નેપાળ સરળતાથી પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર કરી દે.
નેપાળના વડાપ્રધાન ઓલીએ કહ્યું કે તેમનો દેશ ચીનની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાને મજબુતીથી સમર્થન કરે છે અને એક ચીન નીતિના પક્ષમાં ઉભુ છે બંન્ને વરિષ્ઠ નેતાઓની બેઠક બાદ સંયુકત નિવેદનમાં કહ્યું કે તાઇવાનને નેપાળ ચીની સંપ્રભુનો અતુટ ભાગ માને છે અને તિબેટ સમસ્યાઓને પણ ચીનનો આંતરિક મામલાનું સમર્થન કરે છે.