ગોધરા ખાતે શ્રી સમસ્ત બહ્મ સમાજ મધ્યઝોનની કારોબારીની બેઠક યોજાઈ
(પ્રતિનિધિ) ગોધરા, શ્રી સમસ્ત બહ્મ સમાજ ગુજરાત માતૃ સંસ્થા દ્વારા સમાજ નિર્માણ થી રાષ્ટ્રીય નિર્માણ ના સંકલ્પ સાથે આજે મોતીબાગ ખાતે મધ્યઝોન છ જીલ્લાઓ ની કારોબારી બેઠક યોજવામાં આવી હતી.
બ્રહ્મ સમાજ ના કાર્યકરો અને હોદ્દેદારો સાથે અત્યાર સુધી સમાજ વિકાસને લગતા બાકી હોય એવા કાર્યો શરૂ ગતીવિધી શરૂ કરી દેવામાં આવી છે જે અંગેની આગામી દિવસોમાં જાહેરાત કરવા આયોજન કરાયું છે. આવનારા દિવસોમાં ગુજરાત બ્રહ્મ સમાજ એક જુદી તાકાત સાથે બહાર આવશે એવો એવો આશાવાદ સમસ્ત ગુજરાત બ્રહ્મ પ્રમુખે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ગોધરા ખાતે કારોબારી બેઠક માં બ્રહ્મ સમાજ આવનાર દિવસો મા વિર્ધાથી માટે કહી રીતે મદદરૂપ થઇ શકાય અને આઈ.એ એસ, આઈ.પી.એસ જેવી પરીક્ષાઓ માટે યુવાનો ને કેવી રીતે તૈયાર કરવા જે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સમાજ દ્રારા સમાજના યુવાનો અને યુવતીઓ ને કઇ રીતે મદદરૂપ થવાય જે માટે સમગ્ર ગુજરાતમાં શરૂઆત પણ કરી દેવામાં આવી છે.મધ્યઝોનની કારોબારી બેઠકમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ પીનાકિન શુક્લ અને તમામ હોદ્દેદારો,આણંદ ભાજપના પ્રભારી અમિત ઠાકર,ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા સહિત સમસ્ત બ્રહ્મ સમાજ મધ્ય ગુજરાતના કારોબારી સભ્યો અને બ્રહ્મ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.