પોશિનાના ગુણભાંખરીનો ઐતિહાસિક મેળો યોજાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) પોશિનાના દેલવાડા ગામ પાસે આવેલ ગુણ ભાખરી ગામે ૧-૪-૨૨ ના રોજ થી બે દિવસનો ચૈત્ર વિચિત્ર નો મેળો રંગેચંગે ઉજવાયો. સાબરમતી નદી કિનારે આ મેળો ભરાય છે સાબરમતી ઉપરાંત આકળ અને વાકળ એમ ત્રણ નદીઓનો અહિ સંગમ થાય છે.
આ જમીન પવિત્ર ગણાય છે અને અહીં મહાદેવનું પ્રાચીન મંદિર પણ આવેલ છે. કોરોના મહામારી ને કારણે આ મેળો બે વર્ષ બંધ રહ્યા બાદ સરકારની મંજૂરી મળતાં યોજાયેલા આ મેળામાં વિક્રમ જનક વસ્તી જાેવા મળી હતી.
ફાગણ માસની અમાવસ્યા અને શુક્રવારે રાત્રે મંત્રીશ્રી કુબેરભાઈ ડીડોર, મંત્રી નિમિશાબેન સુથાર, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા લોકસભાના સાંસદ શ્રી દિલીપ સિંહ રાઠોડ, સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા અન્ય મહાનુભાવોએ દીપ પ્રગટાવી મેળા નો શુભારંભ કરાયો હતો.
આ મેળામાં યુવાન યુવતીઓ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો પહેરી મેળા ની મજા માણી કરી હતી. જ્યારે મોટા લોકો તેમના અગાઉ મરણ પામેલ સ્વજનોને યાદ કરી તેમના વિસર્જનની પ્રક્રિયા કરતા હતા અને તેમને યાદ કરી સમૂહમા રુદન કરતા જાેવા મળતા હતા. સરકાર શ્રી દ્વારા મેળામાં તમામ પ્રકારની સગવડ કરાઇ હતી.
તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવાયો હતો.