Western Times News

Gujarati News

મોટી ઘાત ટળી: ૧૪ રાજ્યોમાંથી ISના ૧૨૭ આતંકવાદી પકડાયા

નેશનલ ઇન્સ્ટીગેશન એજન્સીએ પત્રકાર પરિષદ યોજીને તમામ વિગત આપી ૧૨૫ ત્રાસવાદીની યાદી તૈયાર કરી વિવિધ રાજ્યને સુપ્રત થઈ: એનઆઈએ

નવી દિલ્હી, દેશના જુદા જુદા ભાગોમાં ઘાતક હુમલા કરવાના ઇરાદા સાથે છેલ્લા કેટલાક સમયથી ત્રાસવાદીઓ તેમના નેટવર્કને મજબુત કરી રહ્યા હતા. જો કે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અથવા તો રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ) દ્વારા તેમના ખતરનાક ઇરાદાનો પર્દાફાશ કર્યો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં સક્રિય રહેલા અને ગુપ્તરીતે તેમની ગતિવિધી ચલાવી રહેલા આઇએસના ૧૨૭ ત્રાસવાદીઓની હવે એનઆઇએ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની પાસેથી વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. ૧૨૫ની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે.ઝડપાયેલા શખ્સો પાસેથી કેટલીક નવી ચોંકાવનારી વિગત મળે તેવી શક્યતા છે. ઇન્વેસ્ટીગેશન એજન્સીએ આજે પત્રકાર પરિષદ યોજીને કેટલીક મોટી અને ચોંકાવનારી માહિતી માહિતી આપી હતી. સાથે સાથે કહ્યુ હતુ કે દેશમાં મોટા પાયે ત્રાસવાદી નેટવર્ક ફેલાવવા માટેના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના આઇજી આલોક મિત્તલે વિગતવાર માહિતી આપી હતી. મિત્તલે કહ્યુ હતુ કે દેશના ૧૪ જુદા જુદા રાજ્યોમાં આઇએસઆઇએસ સાથે સંબંધિત કુલ ૧૨૭ ત્રાસવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસ સંસ્થાના વડાએ કહ્યુ હતુ કે ત્રાસવાદી સંગઠન જમાત ઉલ મુજાહીદીન (જેએમબી) બાંગ્લાદેશી બિન પ્રવાસીઓની આડમાં પોતાની ગતિવિધી ચલાવે છે. સાથે સાથે દેશના જુદા જુદા ભાગોમાં ત્રાસવાદીઓ તેમના નેટવર્કને સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્રાસવાદ વિરોધી ટુકડી (એટીએસ)ના પ્રમુખોની બેઠકને સંબોધતા એનઆઇએના મહાનિર્દેશક (ડીજી) વાયસી મોદીએ કહ્યુ હતુ કે જેએમબી દ્વારા ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં બાંગ્લાદેશી અપ્રવાસીઓની આડમાં પોતાની ગતિવિધીઓ આ લોકોએ શરૂ કરી દીધી છે.

બીજી બાજુ આઇએસઆઇએસ સાથે રાખવાના મામલે ધરપકડ કરવામાં આવેલા ૧૨૭ આરોપીઓ પૈકી મોટા ભાગના શખ્સોએ કબુલાત કરી છે કે ઇસ્લામિક વિવાદાસ્પદ ધર્મઉપદેશક જાકીર નાયકના ભાષણના કારણે ત્રાસવાદી બની ગયા છે. સાથે સાથે શ્રીલંકા ચર્ચ માસ્ટરમાઇન્ડથી પ્રેરણા લઇને તેઓ ત્રાસવાદી બની ગયા છે. આઇજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ ઉપયોગી માહિતી આપી હતી. આલોક મિત્તલે કહ્યુ હતુ કે તમિળનાડુ અને કેરળમાં ત્રણ કેસમાં ધરપકડ કરવામા આવેલા આરોપીઓએ કહ્યુ છે કે તેઓ જારાન હસીનના વિડિયો અને આોડિયો સાંભળીને રેડિક્લાઇજ બન્યા હતા. જારાન હીન શ્રીલંકામાં ઇસ્ટરના પર્વ પર ચર્ચમાં કરવામાં આવેલા હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે હતો. તેમણે કહ્યુ હતુ કે સિરિયન ત્રાસવાદી સંગઠન આઇએસ સાથે જાડાયેલા ૧૨૭ કુખ્યાત શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

તમિળનાડુમાંથી ૩૩, ઉત્તરપ્રદેશમાંથી ૧૯, કેરળમાથી ૧૭, તેલંગાણામાંથી ૧૪ સહિત કુલ ૧૪ રાજ્યોમાંથી આ ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. એનઆઇએ દ્વારા મ્યાનમારમાંથી ફરાર થયેલા રોહિગ્યા મુસ્લિમોના ત્રાસવાદી સંગઠન જમાત ઉલ મુજાહીદ્દીન બાંગ્લાદેશ નેટવર્કની ભારત વિરોધી ગતિવિધીનો ખુલાસો કર્યો છે. મિત્તલે કહ્યુ હતુ કે ઓક્ટોબર ૨૦૧૪માં વર્ધવાન કેસમાં જેએમબી સાથે સંબંધિત પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. એ વખતે જાણવા મળ્યુ હતુ કે જેએમબીની બાંગ્લાદેશની લીડરશીપ ૨૦૦૭થી જ ભારતમાં આવી રહી છે.

એનાઇએ ડીજીએ કહ્યુ છે કે એનઆઇએ દ્વારા જેએમબી નેતૃત્વમાંથી આશરે ૧૨૫ ત્રાસવાદીઓની યાદી સંબંધિત રાજ્યોની સાથે વહેચી છે. મિત્તલે કહ્યુ હતુ કે કેટલીક ચોંકાવનારી વિગત ખુલી રહી છે. રોકેટ લોન્ચર બનાવીને ટ્રેનિંગ પણ લેવામાં આવી હોવાની વિગત સપાટી પર આવી છે. મ્યાનમારથી ભાગી છુટેલા રોહિગ્યા મુસ્લિમોના ત્રાસવાદી સંગઠન જમાત ઉલ મુજાહીદ્દીન બાંગ્લાદેશ નેટવર્કની ભારત વિરોધી ગતિવિધીનો ખુલાસો કરવામાં આવ્યો છે. મિત્તલે કહ્યુ છે કે ૨૦૧૪થી વર્ષ ૨૦૧૮ વચ્ચે જેએમબી દ્વારા બેંગ્લોરમાં ૨૦થી ૨૨ સ્થાનો સ્થાપિત કરવામાં આવ્યા હતા.

દક્ષિણ ભારતમાં પગ ફેલાવવાની યોજના હતી. જેએમબી દ્વારા કર્ણાટક સરહદની નજીક કૃષ્ણાંગીરી હિલ્સ નજીક રોકેટ લોન્ચરનુ પરીક્ષણ કર્યુ હતુ. એનઆઇએ દ્વારા ૧૨૫ લોકોની યાદી તૈયાર કરીને રાજ્યો અને કેન્દ્રની તપાસ સંસ્થાઓને સોંપી દેવામાં આવી છે. જેએમબીની લીડરશીપની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર દક્ષિણ ભારતમાં અને ત્યારબાદ ભારતના અન્ય ભાગોમાં તેમની યોજના નેટવર્ક ફેલાવવા માટેની હતી. જા કે નિષ્ફળતા હાથ લાગી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.