તારા સુતરીયાનો સાડી અને બેકલેસ બ્લાઉઝમાં છવાયો દેશી લૂક

મુંબઇ, અભિનેત્રી તારા સુતરિયા હાલના સમયમાં ટાઇગર શ્રોફ સાથે તેની આગામી ફિલ્મ હીરોપંતી ૨ની રિલીઝની તૈયારી કરી રહી છે. આ સાથે તે તેની દિલકશ પસંદગીઓ સાથે ફિલ્મ અંગે હાઇપ બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી.
તારા સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફેન્સ સાથે લેટેસ્ટ અને સુંદર તસવીરો શેર કરે છે. તેની મનમોહક ખુબસૂરતી સૌને દિવાના બનાવી દે છે. એવામાં હાલમાં જ તેણે રેડ સાડી અને બેકલેસ બ્લાઉઝ સાથેની તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે.
સ્કાર્લેટ રેડ સાડીમાં તારાનો લેટેસ્ટ લૂક જાેઇને સૌ કોઇની આંખો અંજાઇ ગઇ હતી. તેણે ટાઇગર સાથે રિયાલિટી ટીવી શો ડાન્સ દિવામાં આ સાડી પહેરી હતી. ડાન્સ દિવાના જુનિયર્સના સેટ પર તારાનો હીરોપંતી ૨ માટેનો પ્રમોશનલ લુક જાેઇને સૌકોઇ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ જ્યોર્જેટ સાડી લેસ ગોટા, થ્રેડવર્ક અને સિક્વિન્સથી ભરતકામ કરેલા સ્કેલોપ્ડ બોર્ડર્સથી શણગારેલી છે.
તારાએ ટ્રેડિશનલ સ્ટાઇલમાં પહેરેલી લાલ સાડી અને ખભા પર પલ્લુંએ ફેન્સના દિલ પણ જીતી લીધા હતા. તારાએ પોતાના લૂકને કમ્પ્લિટ કરવા માટે મેકઅપમાં આઇલાઇનર, ન્યૂડ લિપ શેડ, શાઇનિંગ આઇ શેડો, પાંપણો પર મસ્કરા, કાજલ, ઓન-ફ્લિક બ્રાઉઝ અને બીમિંગ હાઇલાઇટર પસંદ કર્યું છે.
આ સિવાય તારાએ ચાંદબાલી ઇયરિંગ્સ કેરી કર્યા છે. તેણે પોતાના વાળને સેન્ટરમાં પાર્ટિંગ કરીને બનમાં ટાઇ કર્યા છે. તારા સુતારિયા અનેક વખત પોતાના ટ્રેડિશનલ લૂકની ઝલક દેખાડતી નજરે આવે છે. સફેદ એલિગેન્ટ લહેંગો હોય કે પછી ગોલ્ડન કૂર્તા સાથે રેડ દુપટ્ટો હોય, તેનો ટ્રેડિશનલ લૂક અવારનવાર જાેઈ શકાય છે.
તારાનો દરેક લૂક તેના ફેન્સને પસંદ આવે છે. તેથી જ અભિનેત્રીનું કમેન્ટ સેક્શન હાર્ટ અને ફાયર ઇમોજી સાથે ફેન્સની અનેક કમેન્ટ્સથી છલકાઇ જાય છે. ઉલ્લેખનિય છે કે, તારા અને ટાઈગર શ્રોફની ફિલ્મ હીરોપંતી ૨ આ મહિને ૨૯મીએ રીલીઝ થશે. આ ફિલ્મ હીરોપંતીની સિક્વલ છે અને તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી મહત્વની ભૂમિકામાં છે.SSS