રાજ્ય બિન અનામત આયોગ દ્વારા યોજનાઓની જાણકારી આપવા પરિસંવાદનું આયોજન
આણંદ: રાજ્ય બિન અનામત આયોગના અધ્યશ્રી હંસરાજભાઇ ગજેરાના અધ્યક્ષ સ્થાને રાજ્યના બિન અનામત વર્ગના સમાજની મુશકેલીઓ અને સમસ્યાઓની જાણકારી મેળવીને રાજ્યસરકારમાં ભલામણ કરવાના મુખ્ય આશયથી વિવિધ સમાજ ના વર્ગો સાથે બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
અધ્યક્ષશ્રીએ આજે આણંદ સર્કીટ હાઉસ ખાતે જિલ્લાના બિન અનામત વર્ગના સમાજ-નાગરિકો સંગઠનો સાથે બેઠક યોજી આયોગની યોજનાઓથી તેમજ કામગીરીથી સામાન્ય જનતાને વાકેફ કરવા સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમજ પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમના માધ્યમ દ્વારા આયોગ દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવા માટેની નેમ વ્યક્ત કરી હતી.
અધ્યક્ષશ્રીએ ઉપસ્થિત લોકોને કહ્યુ હતુ કે બિનઅનામત વર્ગોના પરિવારોની સામાજિક-આર્થિક સ્થિતિનો અભ્યાસ અને મોજણી કરી તેમના વિકાસ માટે કલ્યાણકારી યોજનાઓ ઘડીને તેને સરકારશ્રી દ્વારા અમલમાં મુકાવવા માટે આયોગ કાર્યરત છે.
શ્રી હંસરાજે વિશેષ માં જણાવ્યુ કે સામાજીક સમરસતા ચરિતાર્થ કરવમાં આવે તેમજ સમાજનો દરેક જન વિવિધ સરકારી સહાય તેમજ યોજનાઓના લાભ થકી પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે તે માટે આ બિન અનામત આયોગની રચના કરવામાં આવી છે.
શ્રી હંસરાજે આયોગ દ્વારા બંધારણના રાજ્ય નીતિના માર્ગદર્શક સિધ્ધાંતો અને અન્ય ભાગોમાં સમાવાયેલી બિનઅનામત વર્ગો માટેની જોગવાઇઓના અમલ માટે સરકારશ્રીને ભલામણો કરવાની કામગીરી કરવામાં આવે છે.
તેઓએ વિશેષમાં જણાવ્યુ કે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ રાજ્ય છે જેના દ્વારા બિન અનામત વર્ગો માટે અલગ આયોગની રચના કરવામાં આવી છે તેમજ તેમને વિવિધ યોજનાકીય લાભોથી લાભાંન્વિત કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ આયોગના સભ્ય સચીવ શ્રી દિનેશ કાપડીયાએ બિનઅનામત વર્ગ આયોગ દ્વારા કાર્યરત શૈક્ષણિક સહાય યોજના(લોન), વિદેશ અભ્યાસ લોન, ભોજન બિલ સહાય, કોચિંગ સહાય, JEE,GUJCET,NEET પરીક્ષા માટે કોચિંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય, સ્નાતક તબીબ, વકીલ, ટેકનિકલ સ્નાતક માટે લીધેલ લોન પર વ્યાજ સહાય, સ્વરોજગારલક્ષી યોજનાઓ, તેમજ કોમર્શિયલ પાઇલોટની તાલીમ માટેની લોન સહાય જેવી કુલ ૯ યોજના સહાય વિશેની વિશેષમાં માહિતી આપી હતી. તેમજ ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આના વ્યાપક અમલીકરણ માટેની નેમ વ્યક્ત કરી હતી.
તેઓએ વિશેષમાં જણાવ્યુ કે આયોગની સ્થાપના વર્ષ ૨૦૧૭ માં કરવામાં આવી હતી ત્યારથી આજ તારીખ ૧૧ ઓક્ટોમ્બર સુધીમાં સમગ્ર ગુજરાત ભરમાં ભોજન સહાયના ૧૭૭૧૦, ટ્યુશન સહાયના ૨૧૩૯, કોચિંગ સહાયના ૯૬૫, સ્પર્ધાત્મક પરીક્ષા સહાયના ૩૬૩૧ , વિદેશ લોન સહાયના ૮૬૯, સ્વરોજ સહાયના ૨૨૭ તેમજ શૈક્ષણિક સહાયના ૨૨૭ આમ કુલ ૨૫૭૬૮ લાભાર્થીઓને આયોગ દ્વારા વિવિધ યોજનાકીય લાભોથી લાંભાન્વિત કરવામાં આવ્યા છે.
તેઓએ આણંદ જિલ્લાના પરીપ્રેક્ષ્યમાં જણાવ્યુ કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા) દ્વારા ભઓજન બિલ સહાય ના ૨૭૫, ટ્યુશન સહાયના ૧૪, JEE,GUJCET,NEET પરીક્ષા સહાયના ૩ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા સહાયના ૩૦ લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા છે.
આજના પરિસંવાદમાં આયોગના અધ્યક્ષ શ્રી તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો સાથે પરિસંવાદ કરવામાં આવ્યો હતો. આ પરિસંવાદમાં દરેક સમાજની સમસ્યાઓ તેમજ તેમના સૂચનો વિશે ચર્ચા કરવામાં આવી હતી.તેમજ આ આયોગની કામગીરીમાં નવિનીકરણ તેમજ ભવિષ્યના આયોજન વિશેની પણ ચર્ચા વિચારણ માટે પરિસંવાદ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ઉપસ્થિત તમામ લોકોને PPT દ્વારા આયોગ દ્વારા કાર્યરત વિવિધ સહાય તેમજ યોજનાઓની માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ તેઓને આયોગની કામગીરી વિશેનું જ્ઞાન આપવામાં આવ્યુ હતુ. તેમજ લાભાર્થીઓને www.gueedc.gujarat.gov.in વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરવા માટે સૂચન કરવામાં આવ્યુ હતુ. તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા મેનેજર(અનુ.જાતિ), જિલ્લા નાયબ નિયામક, (વિ,જાતિ) / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિકસતી જાતિ) ને સંપર્ક કરવાનું કહ્યુ હતુ.