અમિત શાહ બે દિવસ ૧૦ અને ૧૧ એપ્રિલે ગુજરાત આવશે
ગાંધીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાશે આવશે. ૧૦ અને ૧૧ એપ્રિલે અમિત શાહના પ્રવાસનું આયોજન કર્યુ છે. ૯ એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. ગુજકોમસોલ સાથે અમિત શાહની બેઠક યોજાશે. ૧૦ તારીખે ગુજકોમસોલ ભવનનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં એનડીડીબીના કાર્યક્રમમાં હાજર રહેશે.
અમિત શાહ ૧૦મી અને ૧૧મી એપ્રિલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. તેઓ ગાંધીનગરમાં નવનિર્મિત ગુજકોમસોલ ભવનનું લોકાર્પણ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે અનેક પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.
આ દિશામાં અમિત શાહ પણ આગામી અઠવાડિયે ગુજરાત આવશે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જાણવા મળી રહ્યું છે કે ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારબાદ નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એક વખત બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રીના બે દિવસના ગુજરાત પ્રવાસના આયોજનને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે તેઓ ૯મી એપ્રિલના રોજ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવશે. તેના પછી ૧૦મીએ ગાંધીનગર ખાતે નવનિર્મિત ગુજકોમસોલ ભવનનું લોકાર્પણ કરશે.