Western Times News

Gujarati News

આજે દુનિયા ભારતની વાત કાન ખોલીને સાંભળે છે: કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ

File

લખનૌ, દુનિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની વધતી લોકપ્રિયતા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખુલીને વાત કરી છે. લખનઉમાં હોળી મિલન સનારોહ દરમિયાન તેમણે ભારતની વિદેશ નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાડોશી દેશના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ ભારતની પ્રશંસા કરતા ખુદને રોકી શક્યા નહીં.

લખનઉમાં આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યુ કે, દેશમાં ભાજપ પ્રત્યે લોકોનો પ્રેમ વધી રહ્યો છે. પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં ભાજપને ચાર રાજ્યોમાં જીત મળી છે અને પાર્ટીએ ભારે બહુમત સાથે સરકાર બનાવી છે. તેમણે કહ્યું કે, રાજ્યોમાં એનડીએના પ્રભાવનું પરિણામ છે કે રાજ્યસભામાં પણ ભાજપના સાંસદોની સંખ્યા ૧૦૦ પર પહોંચી ગઈ છે. રાજ્યસભામાં કોઈ પાર્ટીના ૧૦૦ સાંસદો છેલ્લે ૧૯૮૮માં હતા.

રક્ષામંત્રીએ કહ્યુ કે, જ્યારથી ભાજપની કેન્દ્રમાં સરકાર આવી છે, ભારતનું માથુ દુનિયામાં ઉંચુ થઈ ગયું છે, તે કોઈથી છુપાયેલું નથી. આંતરરાષ્ટ્રીય જગતમાં ભારત પ્રત્યે લોકોની ધારણા બદલાય ગઈ છે. પહેલાં તે ધારણા બનેલી હતી કે ભારત એક નબળો દેશ છે.

પહેલાં આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની વાતોને ગંભીરતાથી લેવામાં આવતી નહોતી. આજે દુનિયા કાન ખોલીને ભારતની વાત સાંભળે છે અને તેના પર ગંભીરતાથી વિચાર કરે છે.

મેક ઈન્ડિયાનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યુ કે, આજે આપણે આર્ત્મનિભર બનવા તરફ અગ્રેસર છીએ. આપણે દુનિયાના બીજા દેશોમાંથી સામાન આયાત ન કરવો પડે, તેથી આપણી ધરતી પર વધુમાં વધુ વસ્તુ તૈયાર કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી મોદીનો આર્ત્મનિભર ભારતના સંકલ્પને પૂરો કરવાની દિશામાં પ્રયાસ ચાલી રહ્યો છે. આજે ભારતથી થનાર નિકાસ ૪૦૦ બિલિયન યુએસ ડોલરનો આંકડો પાર કરી ચુક્યો છે. આપણે બીજા દેશોની મદદ કરી રહ્યાં છીએ.

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગને લઈને તેમણે કહ્યું કે રશિયા-યુક્રેન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે, તેમાં ભારતે જે સ્ટેન્ડ લીધુ છે, તેની પ્રશંસા આજે અન્ય દેશો દ્વારા કરવામાં આવી રહી છે. આપણા વિદેશી પણ તેની પ્રશંસા કરે છે. ત્યાં સુધી કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી છે. જનસામાન્યનું સમર્થન ભાજપ પ્રત્યે સતત વધી રહ્યું છે.

ઇમરાન ખાને કહ્યુ હતુ, હું હિન્દુસ્તાનની પ્રશંસા કરીશ.. જે રીતે તેની વિદેશ નીતિ છે. હંમેશા તેની વિદેશ નીતિ સ્વતંત્ર રહી છે અને તે પોતાના લોકો માટે રહી છે. તે પોતાની વિદેશ નીતિની રક્ષા કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.