શ્રીનગરમાં નગીન સરોવર પર લાગેલી આગમાં છ હાઉસ બોટ બળીને ખાખ
શ્રીનગર, નગીન સરોવરમાં સોમવારે મોડી રાતે આશરે ૨.૨૬ કલાકે લાગેલી ભીષણ આગમાં છ હાઉસબોટ બળીને ખાખ થઈ ગઈ હતી. જાેકે, આ દૂર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
મળતી માહિતી પ્રમાણે, આગ હાઉસબોટમાંથી શરૂ થઈ હતી અને તેની બાજુમાં આવેલી બોટને પણ લપેટામાં લઇ લીધી હતી. સ્થાનિક લોકો અને પોલીસે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હોવા છતાં, હાઉસબોટ મોટા ભાગે સળગી ગઈ હતી.
ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, લગભગ ૨.૨૬ વાગ્યે આગ લાગવાના સમાચાર મળતાની સાથે જ છ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તેમણે કહ્યું કે, આગ તળાવની નિગીન ક્લબ તરફ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના હાલ કોઇ અહેવાલ નથી.HS