આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના નેતાએ પીએમ મોદી પાસે માગી મદદ
નવી દિલ્હી, શ્રીલંકા આઝાદી બાદ ઈતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે જેનાથી દેશમાં અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ચીજવસ્તુઓની અછત અને મોંઘવારીથી પરેશાન લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને વડા પ્રધાન રાજપક્ષેને છોડીને આખા કેબિનેટે રાજીનામું આપી દીધું છે. દેશનો વિદેશી મુદ્રા ભંડાર ખાલી થઈ ગયો છે.
જેના કારણે દેશમાં ઈંધણ અને તમામ ચીજ વસ્તુઓની અછત સર્જાઈ છે. આ વચ્ચે વિપક્ષના નેતા સજિત પ્રેમદાસાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે અપીલ કરી છે.
એક અહેવાલ પ્રમાણે શ્રીલંકાના વિપક્ષના નેતા સજિત પ્રેમદાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો છે કે, તેઓ શક્ય હોય તેટલી શ્રીલંકાને મદદ કરવાનો પ્રયત્ન કરે.
પીએમ મોદીને મેસેજ આપતા સજિત પ્રેમદાસાએ કહ્યું કે, કૃપા કરીને જેટલી શક્ય હોય એટલી શ્રીલંકાને મદદ કરવાનો પ્રયત્ન કરો. આ અમારી માતૃભૂમિ છે અને અમારી માતૃભૂમિને બચાવવાની જરૂર છે.