Western Times News

Gujarati News

એલન મસ્કે ટ્વિટરમાં ખરીદી 9.2% હિસ્સેદારી

નવી દિલ્હી, વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા જાયન્ટ ટ્વિટરમાં નોંધપાત્ર હિસ્સેદારી ખરીદી છે. યુએસ રેગ્યુલેટરી ફાઈલિંગમાં મસ્કની આ ખરીદી અંગેની માહિતી મળી છે.

સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા કરાયેલી ફાઇલિંગ અનુસાર એલન મસ્ક રિવોકેબલ ટ્રસ્ટ દ્વારા માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરમાં 734,86,938 શેર અથવા 9.2 ટકા હિસ્સો ધરાવે છે.

મસ્કે આ હિસ્સો પરોક્ષ રોકાણકાર તરીકે ખરીદ્યો છે એટલેકે મસ્ક કંપનીના કારોબારમાં હસ્તક્ષેપ નહિ કરે, ના તેનું સંચાલન કરશે તે માત્ર રોકાણકાર તરીકે કંપની સાથે જોડાશે.

આ અહેવાલ બાદ પ્રી માર્કેટ સેશનમાં ટ્વિટરના શેરમાં 26%નો હાઈ જમ્પ જોવા મળ્યો છે. Twitter Incનો શેર ભારતીય સમય અનુસાર 4.04 મિનિટે 25.72%ના ઉછાળે 49.40 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.

એલન મસ્ક વિશ્વની ટોચની ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક છે અને ટ્વિટરના ફાઉન્ડર પ્રમોટર ડોર્સીના ખાસ મિત્ર પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.