વિઝન ચાઈલ્ડ કેર પલાણા સ્કુલનુ ગોરવ
ખેડા જિલ્લાની શાળાનો આખા ભારતમાં ડંકો, રમતવીરોએ રાષ્ટ્રીય ક્ષેત્રે ગોલ્ડ-સિલ્વર અને બ્રોન્ઝ મેડલો હાંસલ કર્યા
(પ્રતિનિધિ)નડિયાદ, વિઝન એજ્યુકેશન ગ્રૂપ-નડિયાદ” દ્વારા ગુજરાતના રમતવીરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ ગેમ્સ -૨૦૨૨-૨૩ માં વારાણસી (ઉત્તરપ્રદેશ) માં તા-૨૯-૩-૨૨ થી તા ૩૧-૩-૨૨ સુધી ગુજરાત,તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ,પ.બંગાળ, હરિયાણા, હિમાચલ પ્રદેશ રાજ્ય તથા નેપાળ,ભૂતાન,શ્રીલંકા દેશ માંથી આવેલ રમતવીરો એ એથલેટિક ગેમ્સ,જોમાસાર,કરાટે,ટેકવોન્ડો, પેરા જોમાસાર માં ભાગ લીધો હતો.
ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લામાંથી ભાગ લીધેલ રમતવીરો માં “વિઝન ચાઈલ્ડ કેર -પલાણા” ના રમતવીરો એ પણ ભાગ લીધો હતો. તેમાં બે ગોલ્ડ મેડલ મેળવીને આવેલ રમતવીરોનું કુમ કુમ તિલક તથા પુષ્પહાર પહેરાવી મોં મીઠું કરાવીને “વિઝન એજ્યુકેશન ગ્રૂપ-નડિયાદ” દ્રારા વડોદરા(છાયા પુરી) રેલ્વે સ્ટેશન પર આપણા ગુજરાત રાજ્ય ના રમતવીરો નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.તથા વિઝન ચાઈલ્ડ કેર સ્કુલ પલાણા ના ટ્રસ્ટીઓ તથા શાળાના શિક્ષકોએ વિધાર્થીઓને વધાવી લીધા હતા