ભાજપના સ્થાપના દિન 6 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં યાત્રા યોજાશે.
(પ્રતિનિધિ)ગાંઘીનગર, યુવા મોરચા દ્વારા દેશના 75માં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના અમૃત કાળનો સંદેશો યુવાનો સુઘી પહોચે અને યુવાનોમાં એક દેશ ભક્તિનું સંચાર થાય તે હેતુથી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી યાત્રાની શરૂઆત કરવામાં આવશે.
આ યાત્રાને 6 એપ્રિલના રોજ પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા તેમજ પ્રદેશના મહામંત્રીઓ અને અન્ય પપદાધિકારઓ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી યાત્રાને પ્રસ્થાન કરાવશે.
કોરાટે વધુમાં જણાવ્યું કે, યુવા મોરચા દ્વારા 75 બાઇકો સાથે ગુજરાત ભરમાં આશરે 3 હજાર કિમી ફરી 80 વિઘાનસભા બેઠકો પર દેશ માટે શહિદ થયેલા અનેક વિરોના વિચારોને યુવાનો સુઘી પહોંચાડવાનું કામ હાથ ધરશે. આ યાત્રામાં અલગ-અલગ થીમના ટેબ્લો સાથે સમગ્ર ગુજરાતમાં આ યાત્રા ફરશે.
અમદાવાદથી શરૂ થઇને યાત્રા ઉત્તર ઝોનના દરેક જીલ્લામાં પહોંચશે ત્યાર બાદ સૌરાષ્ટ ઝોનના દરેક જીલ્લામાં પહોંચશે ત્યાથી નડિયાદ થઇ મધ્યઝોનના દરેક જીલ્લામાં થઇ દક્ષિણ ઝોનમાં સુરત ખાતે 25 એપ્રિલે યાત્રાનું સમાપન થશે.
સમગ્ર ગુજરાતમાં 400 થી વધુ સ્થાનો પર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને આવનાર સમયમાં ભારત શક્તિશાળી દેશ બને તેવુ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરનું સ્વપ્ન છે.
કોરાટે વધુમાં જણાવ્યું કે, આ યાત્રામાં દેશને આઝાદી અપાવનાર સ્વતંત્ર સેનાનીઓના ધરના આંગણાની માટી એકત્ર કરવામાં આવશે સાથે આઝાદ ભારતના જે પણ સૈનિકોએ આપણા દેશની રક્ષા માટે શહિદી વ્હોરી છે તેમના પરિવારજનોને મળી તેમના ઘરના આંગણાની માટી પણ કળશમાં એકત્ર કરવામાં આવશે તેમજ કોરોના જેવી વૈશ્વીક મહામારીમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પણ શહિદનું બિરુદ મળ્યુ છે તેમના પરિવારજનોને મળી તેમના ઘરની માટી એકત્રીકરણ કરવામાં આવશે.