‘શક્તિ કોન્કલેવ – 2022’ થકી સમાજની મહિલાઓને મંચ પૂરુ પાડવાના નવતર પ્રયાસ
પેટલાદમાં ગ્રામસેવક તરીકેની નોકરી પ્રાપ્ત કરનાર કિન્નર દિવ્ય કુંવર, પીંક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા જસુબેન રબારીએ ભાગ લીધો
‘શક્તિ કોન્કલેવ -2022’ -શ્રમ રોજગાર મંત્રીશ્રી બ્રિજેશ મેરજાની પ્રેરક ઉપસ્થિતિ
‘ઝાંસી’ ઓટીટી મહિલાઓને મંચ આપી તેઓની સાફલ્યગાથા અન્ય લોકો સુધી પહોંચાડી રહી છે તે સરાહનીય : શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા
અમદાવાદ ખાતે ઝાંસી ઓટીટી અને સૃષ્ટિ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘શક્તિ કોન્કલેવ – 2022’માં (Shakti Conclave 2022) શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ (Brijesh Merja) કહ્યું કે, સ્ત્રી શક્તિ એ કુદરતનું વરદાન અને નિર્મિત મહાન શક્તિ છે, ત્યારે ‘ઝાંસી’ ઓટીટીએ મહિલાઓને મંચ આપી તેઓની સાફલ્યગાથા અન્ય લોકો સુધી પહોંચાડી રહી છે તે ખરેખર પ્રેરણાદાયી અને સરાહનીય છે.
‘શક્તિ કોન્કલેવ – 2022’ થકી સમાજની મહિલાોને મંચ પૂરુ પાડવાના નવતર પ્રયાસ બદલ ઝાંસી ઓટીટીની સમગ્ર ટીમને મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ શુભેચ્છા પણ પાઠવી હતી.
આ અવસરે મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ ‘શક્તિ કોન્કલેવ 2022’માં યોજાયેલી ડિબેટમાં ભાગ લઈને વિવિધ મુદ્દાઓ પર સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ કૌશલ્ય પર વાતચીત કરતા કહ્યું કે, સમાજનાં સૌએ પોતાનું કૌશલ્ય બહાર લાવી આત્મનિર્ભર બનીને દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઈએ.
આજની મહિલાઓએ સમોવડી બનવાને બદલે સર્વોપરિતા હાસિલ કરવાનો અપનાવવો જોઈએ એમ મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈમોદીએ આપેલા સૂત્ર ‘સ્કીલ + વિલ + ઝીલ = વિન’ને સૌએ ચરિતાર્થ કરવાનો છે એવો અનુરોધ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ‘શક્તિ કોન્કલેવ – 2022’ અંતર્ગત એવી મહિલાોને મંચ પૂરુ પાડવાનો નવતર પ્રયાસ હાથ ઘરવામાં આવ્યો છે. જેમાં સમાજની પીડિતાઓ તેમજ આત્મનિર્ભર બનેલી મહિલાઓને એક મંચ પર લાવી સીધા જ રાજ્ય સરકારને પ્રશ્નો પૂછવાનો અધિકાર પ્રાપ્ત કરાવે છે.
આ શક્તિ કોન્કલેવ – 2022માં એસિડ એટેકનો ભોગ બનનાર કાજલ પ્રજાપતિ, સ્કાય ડ્રાઇવર શ્વેતા પરમાર, દિકરીઓના ભણતર માટે કરોડો રૂપિયા દાન કરનાર નિશિતા રાજપૂત, પેટલાદમાં ગ્રામસેવક તરીકેની નોકરી પ્રાપ્ત કરનાર કિન્નર દિવ્ય કુંવર, પીંક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા જસુબેન રબારી ભાગ લીધો હતો અને તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ‘સી’ ટીમના સભ્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના મેડિકલ ડિરેક્ટર અને ટ્ર્સ્ટી શ્રીમતી ગીતિકાબેન પટેલ, ઝાંસી ઓટીટીના ફાઇઉન્ડર તથા સીઇઓ શ્રી જીજ્ઞા રાજગોર, સૃષ્ટિ ભારત ફાઉન્ડેશનના ફાઉન્ડર અનાર મહેતા ઉપસ્થિત રહ્યા હતા.